અન્ન અને નાગરીક પુરવઠા ખાતાના રાજયમંત્રી તરીકે હોદો સંભાળ્યા બાદ કે તે પછી તે પહેલા મારી રાજકીય કારકિર્દી સ્વયછ અને નિશકલેક રહી છે એ આખુ જામનગર અને ગુજરાત જાણે તે. ભાજપને અને મારી વ્યક્તિગત રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા રાજકીય ઇર્ષાથી પ્રેરીત મારી સામે પાયા વગરના આક્ષેપો કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું મને લાગે છે. જે આક્ષેપો થયા છે. તેમાં જરા પણ તથ્ય નથી અને જયેશ પટેલ કે કોઇપણ અસામાજીક તત્વો સાથે મારે કોઇ પ્રકારના સંબંધ નથી આમ છતાં કોઇપણ પ્રકારના આધાર પુરાવા વગર અસામાજીક તત્વો જેવા અપરાધી સાથે મારૂ નામ જોડી રાજકીય રીતે મને બદનામ કરવાનો આ એક હીન પ્રયાસ છે.
તેમ આજે સવારે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય શ્રી હકુભાએ જણાવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વધુમાં કહે કે વિજયભાઈ રૂપાણી પ્રદેશ અધ્યક્ષ સી,આર, પાટીલ ભાજપના મવડી મંડળને પણ આ પાયા વિહોણા આક્ષેપો સામે તપાસની માંગણી મે સામેથી કરેલ છે. જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ મારી અને ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જરૂરી છે અને આક્ષેપો મારી સામે સાબીત થાય તો મારી સામે પણ પગલા લેવા જોઇએ અને એ માટે હું તૈયાર છું. નહીં તો આની પાછળ જ કોઈ જોડાયેલ હોય તેની સામે પગલા લેવા જોઇએ અને જનતા સમક્ષ ખુલ્લા કરવા જોઇએ.
વીસ વર્ષની રાજકીય કારકિર્દી સ્વચ્છ રહી છે કે કોઇ દાગ લાગવા દીધો નથી અને મારા પરિવારના જો કોઈ વ્યાપાર ધંધા છે, તે ઘધો કરવા કોઇ અપરાધ નથી પણ તેમાં જો કોઇ ગેરસ્કાયદેસર હોય તો તેના આધાર પુરાવા આપવા જોઈએ અને ફરીયાદ પણ કરવી જોઈએ. હુ તમામના જવાબ આપવા તૈયાર છું કોઇપણ આવુપુરવાર કરે તેના માટે કોઇપણ સજા ભોગવવા તૈયાર છુ. મંત્રી કુભાએ અને બોલાવેલ આ પરિષદમાં જણાવ્યું કે જયેશ પટેલ કે કોઇપણ અસામાજીક તત્વોની ગુનાખોરી સાથે એક મંત્રી તરીકે મને જોડયો છે અને આક્ષેપો કર્યા છે તે આધાર પુરાવા સાથે મારી સામે ફરીયાદ કરે, | માફિયા અને ગુડા તત્વો સાથે મારી સાંઠગાંઠ જે પાયા વિહોણી વાત કરવામાં આવી રહી છે તેનો હું એક લીટીમાં એટલો જ જવાબ આપવા માંગુ છું કે આવા કોઇ પણ અસામાજીક તત્વો સાથે મારો કોઇ સબંધ હતો નહી અને છે પણ નહી.
પુરાવાઓને આધારે સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ફરિયાદ કરીને તપાસ કરાવે છે જેથી દુધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય કેટલાક હિતશત્રુઓ રાજકીય રીતે પછાડી દવા પાછળ રમત રમી રહ્યા હોય તો તેની પણ તપાસ થવી જોઇએ કોઇને ઇર્ષા કે દ્રપ થતો હોય અને મારી પ્રયાસ કર્યા છે. પરંતુ સત્ય એ સત્ય જ રહેવાનું છે અને કોઇપણ પડયત્ર સફળ થશે નહીં અને આ પ્રજા સમક્ષ ખુલ્લ થવું જોઇએ મારી સામે થયેલા કોઈપણ પ્રકારના આક્ષેપોની તપાસની માંગણી સામેથી જે કરેલ છે. તેવી વાત પત્રકારો સમક્ષ ધારાસભ્ય જાડેજાએ ફરી વાર ઉચ્ચારી હતી. રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા ગુંડા તત્વો સાથે મારૂ નામ જોડાવાના મંત્રી જાડેજાએ પત્રકારો સમક્ષ વધુમાં ઉમેર્યું હતું કે, રવિરાજ કંસ્ટ્રકશન કંપનીની સ્થાપના ૧૯૯૫ માં કરવામાં આવેલ. આ કંપનીની સ્થાપના સમયે કોઇ પોલીટીકલ જોડાણ ન હતું ત્યારબાદ ૨૦૦૭ માં તેને રવિરાજ ઇ-ફા પ્રોજેકટ પ્રાઇવેટ લીમીટેડ ના નામે કરવામાં આવી તે સમયે ડાયરેકટર તરીકે મારૂ અને મારા પત્નિનું નામ રાખવામાં આવેલ જે મે સરકારના મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ કંપનીના ડાયરેકટરના હોદા પરથી રાજીનામું આપેલ. આજે આ કંપની જે કોઈ કામના કોન્ટ્રાકટ રાખે છે તે તેની સક્ષમતાના આધારે રાખે છે, આ તકે જમીન પચાવી પાડવા બાબતનો આક્ષેપ થયો છે તે તદન ખોટો અને પાયા વિહોણો છે. જો આ બાબતે કોઇ આધાર પુરાવા હોય તો રજૂ કરવા આહવાન છે. પાવરીકા વિન્ડ કંપનીને જમીન અપાવવા પોતાના પોલીટીકલ પાવરનો ઉપયોગ કર્યો છે તેવો આક્ષેપ પણ ખોટો છે કેમ કેમ પાવરીકા કંપનીના કામની શરૂઆત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વર્ષ ૨૦૧૩ માં થેલ અમારી કંપની પાવરીકા કંપનીના માત્ર સિવીલ કામો વર્ષ ૨૦૧૫ થી કરે છે. આ કંપનીને પવન ચકકીઓ ઉભી કરવા બાબતે ગુજરાત સરકાર સાથે એમ. ઓ. યુ. થયેલ છે અને તેના માટેની સરકારી ખરાબાની જમીનો કલેકટરશ્રી-સરકારકી દ્વારા ફાળવવામાં આવેલ છે.
જીઇટીસીઓ ના મોટા ભાગના ૬૬ કે, વી. અને ૧૩૨ કે, વી.ના કોન્ટ્રાકટ મંત્રીના પરિવાર પાસે છે તેવો આક્ષેપ થયો છે તે વાત તદન ખોટી છે કારણ કે કંપનીના સ્થાપના વર્ષ ૧૯૯૫ થી આજ દિન સુધી જીઇટીસીઓ ના કોઇપણ મારા ફાળવવામાં આવેલ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અથવા પેટા કામ તરીકે પણ કરેલ નથી તથા અમારા પારિવારીક સભ્યો દ્વારા પણ કરવામાં આવેલ નથી. જીઇટીસીઓ એ ગુજરાત સરકારશ્રીનું જ એક સાહસે હોઇ, તેમાંથી પણ આ બાબતે માહીતી મેગાવી ચેક કરી શકે છે.