ગાંધીનગર ખાતે પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં કોંગ્રેસ ધ્વારા દેખાવો યોજાયો

Spread the love

ગાંધીનગર ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ધ્વારા “ખેડૂત વિરોધી બિલ” નાં વિરોધમાં બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસે, વિધાનસભાની સામે કોંગ્રેસ ધ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધનાં બિલમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશની સૂચનાથી આ કાર્યક્રમ યોજાયો હતો, સૂત્રોચાર સરકાર વિરુધ્ધ કર્યા હતા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, તાલુકા-જીલા નગરપાલિકાના નગરસેવકો અને સદસ્યો, હોદેદારો, ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, બાદમાં રાજ્યપાલને કોંગ્રેસનાં આગેવાનો ધ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. સી.જે ચાવડા, પ્રદેશ મીડિયાનાં નિશિત વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *