વકફના વહીવટ અને વકફની સંપત્તિ સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Spread the love

વકફ ટ્રિબ્યુનલની કચેરીનું આજે બ્લોક નં.૬, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉદ્દઘાટન બાદ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વકફના વહીવટ અને વકફની  સંપત્તિ સંબધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર છે. વર્ષ ૧૯૯૫માં વકફ અધિનિયમ અમલમાં આવ્યો જે હેઠળ વકફની નોંધણી કરવામાં આવે છે. વકફ સંબધિત તકરારોનું ઝડપી અને સુયોગ્ય નિવારણ આવે  તે માટે વર્ષ ૨૦૧૩ વકફ અધિનિયમનો સુધારો અમલમાં આવતા ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ ની રચના કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલમાં રાજ્યની ન્યાયિક સેવાના સભ્ય, રાજ્યની વહીવટી સેવાના સભ્ય અને ઇસ્લામિક કાયદા ન્યાય શાસ્ત્રના જાણકાર વિદ્વાન એમ ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. હાલ વકફ ટ્રિબ્યુનલ માં એક ચેરમેન અને બે સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે. વકફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે ડિસ્ટ્રીક્ટ જજ  કક્ષાના અધિકારી ફરજ નિભાવે છે.

આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વકફ મિલકતોના સંરક્ષણ અને સંવર્ધન માટે વકફ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવે છે. વકફ મિલ્કતોની જાળવણી અને વિકાસ માટે ગુજરાતમાં  વકફ બોર્ડ કાર્યરત છે. વકફ સંબંધિત કોઈ પણ તકરાર, ભાડુઆત દૂર કરવા, પટ્ટેદાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે અને વકફ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે ટ્રિબ્યુનલમાં દાવો માંડી અથવા તો અપીલ કરી શકાય છે જે તે સમયે આ સત્તા  જિલ્લાની સિવિલ કોર્ટ પાસે હતી. આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં ૧૩૦૦૦ કરતા પણ વધુ ટ્રસ્ટો નોંધાયેલા છે ત્યારે તેમના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવામાં આ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના સભ્ય ડૉ. રિઝવાન કાદરીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે આ નવી માળખાકીય સુવિધા અને વ્યવસ્થાથી ટ્રિબ્યુનલમાં દાખલ કેસોનું વધુ ઝડપી  નિરાકરણ આવશે. ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં મોટેભાગે સંવાદિતાના માધ્યમથી દાખલ અપીલોનું સમાધાન કરાવીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે વકફ મિલકતોના સંરક્ષક પુરવાર થયા છે. આ કાર્યક્રમમાં કાયદા વિભાગના સચિવ શ્રી ડી. એમ. વ્યાસ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના ચેરમેન એ. આઈ. શેખ,  સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી યશવંત શુક્લ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના સભ્ય શ્રી યુ. એ. પટેલ તથા કાયદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com