હાલમાં દીકરીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેના માટે ભ્રૂણહત્યા તો જવાબદાર છે જ, પરંતુ તેની સાથે હાલના માબાપમાં એક જ સંતાનનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે તે બાબત પણ જવાબદાર છે. આ શબ્દો છે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર પી પટેલના. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં એક સંતાનનો ટ્રેન્ડ સમાજ માટે જ ઘાતક બની રહ્યો છે. દીકરીઓની સંખ્યામાં ઘટાડા માટે આ કારણ પણ જવાબદાર છે.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં ફરી એક વખત મને દીકરીઓ અંગે ચિંતા થઈ રહી છે. તેઓએ જણાવ્યું હતું કે ફક્ત ગુજરાત જ નહી સમગ્ર દેશની અંદર દીકરીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે. આના લીધે સામાજિક અસમતુલા થઈ રહી છે. સામાજિક સમતુલા જાળવવા દીકરીઓની સંખ્યા જાળવવી આવશ્યક છે. તેમા પણ ખાસ કરીને સમાજમાં એક સંતાનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને અટકાવવો પડશે.
અમદાવાદ જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી …75 માં ગણતંત્ર દિવસ એ ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજ રાજ્યનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ..આ સિવાય અદાણી ગ્રુપના ડિરેક્ટર મલય ભાઈ મહાદેવિયા તેમજ શ્રી સત્ય સાંઈ હાર્ટ એન્ડ હોસ્પિટલના ટ્રસ્ટી કે બી ઝવેરી અને ગુજરાત હાઇકોર્ટ નાં પૂર્વેડીશનલ જનરલ એડવોકેટ પીકે જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રની ચેતના જગાડવાનું કામ એકલા પુરુષથી પણ નહી થાય અને સ્ત્રીથી પણ નહી થાય, આ કામ બંનેથી થશે. તેથી સામાજિક સમતુલા સ્ત્રીપુરુષ સંતુલન જરૂરી છે. આ સંતુલન જાળવવા એક બાળકનો જોખમી ટ્રેન્ડ અટકાવવો જરૂરી છે. માબાપ પહેલું સંતાન પુત્ર હોય તો પછી બીજું સંતાન લાવતા જ નથી. આ વલણ અટકાવવું પડશે. વિશ્વ ઉમિયાધામે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરી તે નિમિત્તે તેમણે આ માંગ કરી હતી.