સ્કોર્પિયોએ બે મોટરસાઇકલ અને પાછળથી એક ઓટોરિક્ષાને ટક્કર મારતાં 7 લોકોનાં કરૂણ મોત

Spread the love

ભારતમાં આજકાલ રોડ અકસ્માતના કેસો વધી રહ્યાં છે. દેશભરમાં ફરી ફુલગુલાબી ઠંડી છવાઈ ગઈ છે અને ધુમ્મસે ચાદર ઓઢી લીધી છે. જનજીવન અસ્તવ્યસ્ત તો થઈ રહ્યું છે, પરંતુ આ ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો ગાડી સમક્ષ ઓછી વીઝીબિલિટીને કારણે કાબૂ ગુમાવતા અકસ્માતો પણ વધી રહ્યાં છે. શનિવારે રોડ એક્સિડન્ટની એક ભયાનક દુર્ઘટના ઓડીશામાં ઘટી છે.

ઓડિશામાં સિંગલ-લેન રોડ પર એક SUVએ મોટો અકસ્માત સર્જ્યો છે. મહિન્દ્રા સ્કોર્પિયોએ બે મોટરસાઇકલ અને પાછળથી એક ઓટોરિક્ષાને ટક્કર મારતાં 7 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે.

મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવીએ પણ સાઇડમાંથી એટલે કે એક બાજુએ ટ્રેક્ટરને પણ ટક્કર મારી હતી. ઓડિશાના કોરાપુટ જીલ્લામાં એક સ્પીડમાં આવતી એસયુવી કારે બે મોટરસાયકલ સાથે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માત CCTV કેમેરામાં કેદ થયો હતો. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે તેમ સિંગલ-લેન રોડ પર સ્કોર્પિયો ખૂબ જ ઝડપે આવતી જોવા મળે છે. ડ્રાઈવર આગળ ચાલતી ઓટો રીક્ષાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સામેથી આવી રહેલ અને રસ્તાની વચ્ચે જ બરોબર ચલાવી રહેલ બે બાઇકર્સને સ્થિતિમાંથી નીકળવા માટે થોડી જ જગ્યા બાકી રહે છે, પરંતુ ત્યાં જ અથડામણ થાય છે અને આ ભયાનક એક્સિડન્ટ સર્જાય છે.

અહેવાલો અનુસાર, ઓટોરિક્ષામાં 15 લોકો સવાર હતા. ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા છે; જ્યારે અન્ય ચારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસયુવી અને ઓટોરિક્ષા રોડ પરથી લપસીને નજીકના ખેતરમાં પટકાઈ હતી. રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે જ્યાં અકસ્માત થયો હતો, ત્યાં વિજાપુર ગામમાં પોલીસે કેસ પણ દાખલ કર્યો છે.

આ અકસ્માત પર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારો અને અન્ય ઘાયલો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે મૃતકોના પરિવારોને 3 લાખ રૂપિયાની સહાયની રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને વધુ સારી સારવાર આપવાના નિર્દેશો પણ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com