વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર અવારનવાર સતત લોભામણી જાહેરાતો આવતી રહેતી હોય છે, આ જાહેરાતોમાં સંખ્યાબંધ લોકો ફસાય છે તો ઘણી વખત આવી ભ્રામક જાહેરાતોથી લૂંટાઈ પણ જતા હોય છે. ત્યારે આવીજ એક ઘટના ભાવનગર માંથી સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર જાહેરત જોઈને ભાવનગરના વેપારીઓ રાજસ્થાન જતા રહ્યા હતા અને ત્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરમાં સોશિયલ મીડિયાથી લાલચમાં ફસાયેલા ત્રણ વેપારીઓનું રાજસ્થાનમાં અપહરણ થયું હતું. જોકે ભાવનગર પોલીસે ત્રણેય વેપારીઓને અપહરણકારોથી મુક્ત કરાવ્યા છે.ભાવનગરના ત્રણ વેપારીઓએ સોશિયલ સાઈટ પર સસ્તી કિંમતે બેટરીનું મેટલ મળતું હોવાનું જાણ્યું હતું, અને તેઓ ખરીદી માટે રાજસ્થાનના અલવર પહોંચ્યા.
જોકે ત્યાં બે લોકો કાર લઈને આવ્યા અને બાદમાં ગોંધી રાખ્યા હતા.બીજીતરફ પરિવારજનો પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી.જોકે બાદમાં પરિવારજનોએ પોલીસની મદ લીધી અને પોલીસે વેપારીઓના મોબાઈલ ટ્રેસ કરી ત્રણેય વેપારીઓને અપહરણકારોથી મુક્ત કરાવ્યા હતા.