ગારીયાધાર ખાતે કોંગ્રેસનું વિશાળ સંમેલન મળ્યું : જેસર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ 

Spread the love

સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળી અને કપાસના યોગ્ય ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની સ્થિતિ કપરી

ગારીયાધાર

ગારીયાધાર ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા શુભચિંતકોનું વિશાળ સંખ્યામાં સંમેલન પટેલ વાડી, ગારીયાધાર ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકપ્રશ્નોની વિગતથી ચર્ચા કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોને હાલમાં ડુંગળીના અત્યંત ઓછા ભાવ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે નિકાસબંધી કરી હોવાના કારણે જે ખેડૂતોને લાંબા સમય પછી ખેતીમાં થોડો ફાયદો થાય તેમ હતો, તેનું સપનું રોળાઈ ગયું છે. કાં તો નિકાસબંધી ખોલી નાંખીને ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ મળવો જોઈએ અથવા તો નિકાસબંધી કરી તે પહેલાં ડુંગળીનો જે ભાવ ખેડૂતોને મળતો હતો તે ભાવે ખેડૂતોની ડુંગળી સરકાર ખરીદે તેવી ખેડૂતોની માંગણી ઊભી થયેલી છે. ખેડૂતોને કપાસના પાકમાં પણ આ વર્ષે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ-રીતિઓના કારણે આજથી ૧૦ વર્ષ પહેલાં જે ભાવ કપાસનો હતો તે જ ભાવ કપાસનો આજે ખેડૂતોને મળી રહ્યો છે, જેની સામે ખેડૂતોને ડીઝલ, ખાતર, બિયારણ વગેરે અનેકગણું મોંઘું થયું છે. ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી, પરંતુ ખેતપેદાશ માટે થતો ખર્ચ બમણો થઈ ગયો છે.

કોંગ્રેસ પક્ષના આજના સંમેલનના સમયે જેસર તેમજ સ્થાનિક આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગારીયાધાર ખાતેના કોંગ્રેસના આ સંમેલનમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગોવિંદભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મહાવીરસિંહ, કોંગ્રેસના આગેવાનશ્રી પી. એમ. ખેની, દિવ્યેશભાઈ ચાવડા તેમજ આજુબાજુના કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com