અમદાવાદ આરપીઓ અભિજીત શુકલા
અમદાવાદ
ગુજરાતના અમદાવાદ રીજીયનના રીજીયોનલ પાસપોર્ટ ઓફીસર તરીકેનો એક ઉત્સાહ અને ઉમંગથી પદભાર સંભાળતા, IFS ઓફીસર અભિજીત શુકલા. આ ઓફીસરની એક ઔપચારીક મુલાકાતમાં તેની જે વિચારસરણી છે તે લોકઉપયોગી કેવી રીચશે તે જોવા મળી. ૨૦૧૫માં ભારતના વિદેશ મંત્રાલયમાં જોડાયને યુરોપીયન દેશ પેરીસમાં કાર્યભાર સંભાળ્યો, અને છેલ્લે અહીં આવતા પહેલા મ્યાનમારમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકેની સેવા બજાવી અમદાવાદ ખાતે આરપીઓ તરીકેનો ચાર્જ સંભાળી હાલ કાર્યરત છે.સ્વભાવે હસમુખા, મળદૃ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા, આ વ્યકિત હિન્દી, ગુજરાતી, ફ્રેન્ચ અને ગુજરાતી વાત કરી શકે તેવું બોલી શકે છે. એવા આ વ્યકિતને પાસપોર્ટ ઓફીસમાં લોકોને પડતી મુશ્કેલી વિશે પુછતાં, સ્પષ્ટપણે જણાવેલ કે લોકોને પડતી મુશ્કેલી અને સ્ટાને પડતી મુશ્કેલીનો હું સંપૂર્ણ અભ્યાસ કરી, અને તે બધી જ મુશ્કેલીઓને દુર કરવાનો પુરો પ્રયત્ન કરીશ. હાલમાં મને પ્રજાની વચ્ચે અને પ્રજા સાથે કામ કરવાનો મોકો મળ્યો છે જેમાં હું ૧૦૦% સકસેસ થઈશ તેવી મને ખાત્રી છે. મારા માટે મોટામાં મોટી ચેલેન્જ એપોઈન્ટમેન્ટની છે. જે લોકોને ૧૦-૧૫ દિવસ પછીની મળી રહી છે તે માટે શકય હોઈ તેટલી વ્હેલી મળે તે માટે હું એક પ્લાનીંગ કરી રહ્યો છું. તે સિવાય મારા આવ્યા પહેલાં જે પાસપોર્ટના કેસ રીવ્યુમાં આવેલ છે, એટલે કે કોઈપણ ખુટતા ડોકયુમેન્ટને કારણે અટકાવવામાં આવેલ છે, તેવા કેસો પહેલા એપોઈન્ટમેન્ટ લઈને અમદાવાદ આવવાનું રહેતું. પરંતુ મેં તેમાં ચેઈન્જ કરીને સોમવાર, બુધવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ કોઈ જાતની એપોઈન્ટમેન્ટ વગર લોકો આવી શકે છે ને પોતાનો કેસ મને ડોકયુમેન્ટ આપી કલીયર કરી શકે છે જેનો ટાઈમ સવારના ૧૦ થી ૧ નો છે. જેનો અમોને સારો પ્રતિસાદ મળેલ છે.પાસપોર્ટ એક એવું ડોકયુમેન્ટ છે કે જયારે જરૂરિયાત હોઈ લોકોને ત્યારે અને તે ટાઈમ પર ન મળે તો ઘણી વખત લોકોની કારકિર્દી ખતમ થઈ જતી હોઈ છે, તો કોઈને હેલ્થનો પ્રોબ્લેમ હોય તો તે વ્યકિત પોતાના હેલ્થની ટ્રીટમેન્ટ માટે પણ જઈ શકતી નથી. આવી ગંભીર અસરો પડે છે. જેનું નિવારણ લાવવા માટે હું કાર્યશીલ છું. હું વિદેશ મંત્રાલયમાં જ હતો તેથી મને આ પાસપોર્ટની વેલ્યુ મને ખબર છે. અંતમાં એટલું જ કહ્યું કે લોકો તેના પુરતાં ડોકયુમેન્ટ લઈને આવે અને ઝડપી પાસપોર્ટ મેળવે. અમારો સ્ટાફ પણ આ બાબતમાં કલીયર છે અને ખૂબજ સારી રીતે ઉત્સાહથી કામ કરી રહ્યો છે. લોકોને કોઈ જ મુશ્કેલી નહી પડે તેની ખાત્રી આપું છું. પુરા ઉત્સાહથી કામ કરી રહેલાં અભિજીત સાહેબ અભિ-જીત ને હાંસલ કરશે ખરા.