અમદાવાદ
પોલીસ કમિશ્નર જી.એસ.મલીક અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ ચિરાગ કોરડીયાની સુચના મુજબ તથા ના.પો.કમિ. ઝોન-૨ શ્રીપાલ શેષમાના માર્ગદર્શન હેઠળ તથા મ.પો.કમિ. “એલ” ડીવીઝન ડી.વી.રાણાના અધ્યક્ષ સ્થાને ‘એલ’ ડિવીઝન વિસ્તારના સાબરમતી પોલીસ સ્ટેશન તથા ચાંદખેડા પોલીસ સ્ટેશન તથા રાણીપ પોલીસ સ્ટેશન તથા માધવપુરા પોલીસ સ્ટેશન તથા સા.રી.ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી/અરજદારોના કિમંતી માલ-સામાન મુળ માલિકોને પરત મળે તે હેતુ થી પોલીસ દ્વારા “ તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ નું આયોજન તા.૩૧/૦૧/૨૦૨૪ ના કલાક ૧૭/૦૦ વાગ્યે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં તમામ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. તેમજ અન્ય પોલીસ સ્ટાફના માણસો તેમજ ફરિયાદી/અરજદારો હાજર રહેલ જે કાર્યક્રમ દરમ્યાન તમામ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડને લગતા ગુનાઓમાં ફરિયાદી/અરજદારને રૂ.-૪૯,૬૬,૨૯૦ સાયબર સ્કોડ દ્વારા પરત આપવેલ તેમજ તમામ પો.સ્ટેના અગલ-અગલ ગુનાઓમાં સોના-ચાંદીના ઘરેણા તથા ફોર વિહલર, તથા ટૂ-વ્હીલર,તથા મોબાઇલ ફોન તથા રોકડ નાણાં મળી જે તમામ અન્ય ચીજ-વસ્તુઓ મળી કુલ્લે રૂ.૯૫,૫૮,૭૭૪- /-(પંચાણુ લાખ અઠ્ઠાવન હજાર સાતસો ચુંમોતેર રૂપિયા)ની કિમંતનો મુદામાલ ફરિયાદી/અરજદારોને પરત કરવામાં આવી હતી.