કર્ણાટક ના મૈસૂરથી ચોંકાવનારા ક્રાઈમ સમાચાર સામે આવ્યા છે. અહીં એક પતિએ પત્નીને 12 વર્ષ સુધી ઘરમાં કેદ કરી રાખી, તેને ત્રાસ આપ્યો. પત્નીએ દાવો કર્યો છે કે, પતિએ તેને ટોયલેટ જવાની પણ પરવાનગી આપી ન હતી. તેના પતિએ શૌચાલય માટે તેના રૂમમાં એક નાનું બોક્સ રાખ્યું હતું. હાલ પોલીસે મહિલાને બચાવી લીધી છે.ઉલ્લેખનીય છે કે, પોલીસે તે મહિલાને મુક્ત કરી છે, જેના પતિએ તેને 12 વર્ષથી કેદ કરી હતી.જોકે, પત્નીએ તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવાનો ઈન્કાર કરી દીધો છે.
કર્ણાટક ની આ ઘટનામાં મહિલાની ઉંમર 30 વર્ષની છે. તેના પતિએ તેને 12 વર્ષથી ઘરમાં કેદ કરી રાખી હતી. મહિલાએ જણાવ્યું કે, તેને ટોયલેટ માટે નાના બોક્સનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે, તેને બે બાળકો છે. શાળાએથી પાછા ફર્યા બાદ બાળકોએ ઘરની બહાર તેમના પિતાના આવવાની રાહ જોવી પડતી હતી. જ્યાં સુધી પતિ કામ પરથી પાછા ન આવે ત્યાં સુધી બાળકોને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી. પતિ બહારથી જ દરવાજો બંધ કરીને જતો રહેતો હતો. પતિના આવ્યા પછી જ બાળકો ઘરની અંદર જતા હતા. મહિલા તેના બાળકોને બારીમાંથી ખાવાનું આપતી હતી.
કર્ણાટક પોલીસને મહિલાએ કહ્યું, “મારા લગ્નને 12 વર્ષ થયા છે. તે હંમેશા મને ઘરમાં બંધ રાખતો અને મારઝુડ કરતો હતો. વિસ્તારમાં કોઈ તેને પ્રશ્ન કરતુ ન હતુ… મારા બાળકો શાળાએ જાય છે પણ જ્યાં સુધી મારા પતિ કામ પરથી પાછા ન આવે ત્યાં સુધી તેઓ બહાર જ રહે છે. હું તેમને બારીમાંથી નાસ્તો અથવા ખોરાક આપતી હતી.”
કર્ણાટક પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા ઘરની અંદર કેદ હતી. તેને બહાર જવા પર પ્રતિબંધ હતા. તે પહેલા પણ તેના માતા-પિતાના ઘરે રહી ચૂકી છે. પતિ નોકરી પર જતા પહેલા તેને ઘરમાં બંધ કરી દેતો હતો. પત્નીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, આ સ્ત્રી તે પુરુષની ત્રીજી પત્ની છે. મહિલાને બચાવી લેવામાં આવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ તેણે કહ્યું કે, તે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતી નથી. હાલ તે તેના માતા-પિતાના ઘરે રહેશે.