અમદાવાદ
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુર થી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન લઈને અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહ ખજાનચી વિજય ઈન્દ્ર સીંગલાજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે. દેશમાં તમામ નાગરિકોને ન્યાય મળે ખાસ કરીને યુવાનો, મહિલા, ખેડૂતો, શ્રમિકોને ન્યાય મળે તે માટે મણિપુર થી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે ત્યારે, ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કાર્યકરો, પદાદિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો દેશના નાગરિકો આ ન્યાય માટે પોતાનું આર્થિક યોગદાન અન્વયે ફક્ત બે કલાકમાં ગુજરાતમાં ૧૦ લાખ રૂપિયા કરતા વધુનું યોગદાન આપી શકે છે, કાર્યકરો-પદાધિકારીઓ આપ્યું છે. જે અભિનંદન પાત્ર છે.
ભારત જોડો યાત્રા ની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધી ના નેતૃત્વ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મણિપુર થી મુંબઈ ૬૭૦૦ કિલોમીટર લાંબી યાત્રા ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યો માંથી પસાર થઈ રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા મુંબઈ માં ૨૦ માર્ચ ના રોજ પૂર્ણ થશે. અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા ‘ યોજાઈ રહી છે.
કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વ ના કોઈ પણ રાષ્ટ્રીય નેતા એ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ૪૫૦૦ કિલોમીટર ની સફળ ભારત જોડો યાત્રા યોજવા માં આવી હતી. સમગ્ર દેશ માં નફરત ના વાતાવરણ ને દુર કરી પ્રેમ અને ભાઈચારા નો સંદેશો લઈ શ્રી રાહુલ ગાંધી એ યાત્રા નું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રા દેશમાં જાત પાત ધર્મ ભાષા થી ફેલાતી નફરત ને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા. ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર ના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના અલગ અલગ વર્ગ ના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષ માં સહભાગી થવા નો પ્રયત્ન કર્યો હતો. ટ્રક ડ્રાઇવર, કુલી, મજદુરો, ગેરેજ માં મિકેનિક જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુર થી મુંબઈ સુધીને ૬૭૦૦ કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહખજાનચી વિજય ઈન્દ્ર સિંગલાજીની વિશેષ ઉપસ્થિતમાં રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોને સમગ્ર અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહ, અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, એ.આઈ.સી.સી.ના સહમંત્રીશ્રી નીલેશભાઈ પટેલ, યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી બળદેવભાઈ લુણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને ડોનેટ ફોર ન્યાય અભિયાનને અસરકારક બનાવવા માટે સૂચનો કર્યા હતા.