કોંગ્રેસ પ્રવકતા ડૉ અમિત નાયક જામીન પર છૂટ્યા,કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પહેલા ભાજપમાં જોડવા અને હેરાન કરવા માટે આવા કૃત્યો કરે છે : ડૉ.અમીત નાયક

Spread the love

મારી ક્લિનિકની બહાર મારી મંજૂરી વગર  પોસ્ટર લગાવ્યું અને મારી દીવાલ પર કૂચડો માર્યો હતો : અમિત નાયક

કોંગ્રેસની સાચી માહિતી સાથે ફરિયાદ કરવામાં આવે તો કોઈ પગલાં લેવામાં આવતા નથી : હેમાંગ રાવલ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડૉ અમિત નાયકે આજે પત્રકાર પરિષદમાં શાહપુરના વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં અરજી મામલે પ્રતિક્રિયા જણાવ્યું હતું કે ભાજપના આઇટી સેલના અજાણી વ્યક્તિએ મારી સામે ફરિયાદ નોંધાવી હતી.ત્રણ ગુનાઓ મારા સામે નોંધવામાં આવ્યા હતા,મેં કોઈ ધાર્મિક કે સામાજિક નિવેદન કર્યું નથી.મારી ક્લિનિકની બહાર મારી મંજૂરી વગર  પોસ્ટર લગાવ્યું અને મારી દીવાલ પર કૂચડો માર્યો હતો.કોંગ્રેસના નેતાઓને યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવે છે.મોટા ગુનેગારની જેમ મને મારા ઘરે આવી ને નંબર પ્લેટ વગર ની ગાડીઓ સાથે મારી અટકાયત કરવામાં આવી હતી.કાયદો કાયદાનું કામ કરે છે તેમની સાથે સંમતિ આપીને હું તેમની સાથે ગયો હતો.કોંગ્રેસના વકીલો અને કાર્યકરોના સાથે મને જામીન આપવામાં આવ્યા છે.કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પહેલા ભાજપમાં જોડવા અને હેરાન કરવા માટે આવા કૃત્યો કરે છે.તરલ ભટ્ટ જેવા અને ડ્રગ્સના ડીલરો સામે તમામ એજન્સીઓ નબળી પુરવાર થઇ રહી છે તેવો આક્ષેપ પણ નાયકે કર્યો હતો.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને નેતાઓ પ્રજાના પ્રશ્નો માટે હજી પણ મજબૂતાઈથી કોઈપણ પ્રકારના ડર રાખ્યા સિવાય લોકશાહીમાં અવાજ ઉઠાવતા રહેશે.કોંગ્રેસ પ્રવકતાઓએ કાળા કપડાં પહેરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સીએમ કે પીએમના કાર્યક્રમમાં પચાસ કીમીની ત્રિજ્યામાં કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવે છે.કોંગ્રેસની સાચી માહિતી સાથે ફરિયાદ કરવામાં આવે તો કોઈ પગલાં લેવામાં આવતા નથી.ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ સામે હેમાંગ રાવલની ફરિયાદના એકવર્ષ માં પણ કાર્યવાહી કરવામાં આવી નથી..

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com