સિવિલ હોસ્પિટલની બાળ સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની નવતર પહેલ,૧૨૦૦બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં નવી સુવિધા,ત્યજી દીધેલ નવજાત શિશુ માટે પારણું

Spread the love

અમદાવાદ

૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્રારા જીલ્લા બાળ સુરક્ષા તંત્ર ની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશદ્વાર આગળ એક પારણું મુકવામાં આવ્યું છે. સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળક ને કચરાપેટી, ઝાડિયો કે અવાવરું જગ્યાએ ન મુકતા જો હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તો આ ૧૨૦૦ બેડ ઇમરજન્સી ની બહાર મૂકેલા પારણામાં મૂકી સાથે રહેલ બેલ દબાવવા નું રહેશે. આ રીતે બાળકને પારણામાં મુકનાર ની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. આ રીતે ત્યજી દીધેલ બાળક ને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જીલ્લા બાળ સુરક્ષા તંત્ર ને સોંપી સરકાર દ્વારા બાળક ની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *