દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે : સી આર પાટીલ

Spread the love

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે. ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યાં છે. તો સાથે જ ચિરાગ પટેલેને વિધાનસભાની પેટા ચુંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પાટીલે આડકતરી રીતે આ કાર્યક્રમમાં આપ્યા. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુન ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ચિરાગ પટેલ ભાવુક થયા હતા. તેમણે પોતાના મત વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા સરકાર સામે માંગણી કરી હતી. ચિરાગ પટેલને આવકારતા સીઆર પાટીલે કહ્યું કે, દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઇએ. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મળી હતી. કોંગ્રેસના 17 જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. અન્યને ચાર બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્યો તૂટ્યા છે. આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્યએ પદ છોડી દીધું છે. જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કાંઈક આવી છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો, કોંગ્રેસ પાસે 15 ધારાસભ્યો છે. તો આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ માટે 3 ધારાસભ્યો છે. જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી જ પેટાચૂંટણી આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com