GSO-4 મુજબ ખાલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી કરવા શક્તિસિંહ ગોહિલે કનુ દેસાઈને પત્ર લખી માંગ કરી

Spread the love

છેલ્લા ૪ દિવસથી આપણા ગુજરાતના ૪૦૦ થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે PGVCL કચેરી રાજકોટ ખાતે ધરણા ઉપર બેઠા છે તેઓને હજુ સુધી કોઈપણ સિનીયર અધિકારીએ સંવાદ પણ કરેલ નથી તે દુખ:દ છે : પરીક્ષાર્થીઓનો મેરીટ લિસ્ટનો સમયગાળો પણ ૧૪ દિવસ બાકી છે તો વધારવામાં આવે : શક્તિસિંહ

અમદાવાદ

ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્ર લખી રજૂઆત કરી છે કે છેલ્લા ૪ દિવસથી આપણા ગુજરાતના ૪૦૦ થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે PGVCL કચેરી રાજકોટ ખાતે ધરણા ઉપર બેઠા છે. કડકડતી ઠંડીમાં રોડ ઉપર સુઈ રહે છે. તેઓના પ્રશ્નોને સાંભળી સત્વરે નિકાલ લાવવા જોઈએ. હજુ સુધી કોઈપણ સિનીયર અધિકારીએ સંવાદ પણ કરેલ નથી તે દુખ:દ છે. તેઓની રજૂઆત છે કે, PGVCL વિદ્યુત સહાયક ૧-૧-૨૩ મુજબ આશરે ૬૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પણ PGVCL દ્વારા gso-4 ખાલી જગ્યાઓ હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ દ્વારા RTI કરી ૪૬ જેટલી શાખાઓમાંથી ખાલી જગ્યાઓ માટે માહિતી માંગી હતી જેમાંથી લગભગ ૦૮ જેટલા ડીવીઝન માં લગભગ ૩૬૧ જેટલી જગ્યાઓ ખાલી છે તે માહિતી આપી હતી. બાકી ડીવીઝનોએ માહિતી આપી ન હતી. યુવાનોની માંગણી છે કે GSO-4 મુજબ ખાલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી કરવામાં આવે અને પરીક્ષાર્થીઓનો મેરીટ લિસ્ટનો સમયગાળો પણ ૧૪ દિવસ બાકી છે તો આ સમય ગાળો વધારવામાં આવે. આ અંગે સત્વરે યોગ્ય થવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *