દેશી દારુ લીટર ૫૫,૧૦૨ તેમજ વિદેશી દારૂની બોટલો કુલ ૫,૭૩,૯૩૭ જે બન્નેની કુલ કિંમત રૂ.૮,૧૫,૯૪,૨૫૩ નો નાશ,ગુન્હાના મુદ્દામાલના કુલ-૬૮૪ વાહનોની નિયમોનુસાર હરાજી કરી
એસપી રિંગ રૉડને અમદાવાદ શહેરમાં સમાવવા પોલીસ કમિશનરે ગૃહ વિભાગમાં મોકલ્યો પ્રસ્તાવ
દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનઃવર્સન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલીકે આજે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનથી રૂ.૩૩,૨૨,૯૮,૬૫૭ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો , છેલ્લા ચાર માસના મુદામાલ નિકાલની ડ્રાઇવ દરમિયાન ૨૦ વર્ષથી જુના કેસોનો મુદામાલ પરત કરવામાં આવેલ હતો.
અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની નિયમોનુસાર હરાજી કરવા, નાશ કરવા તથા મુળ માલિકોને પરત કરવા અંગેની તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીની અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે ઝુંબેશના પરિણામ સ્વરૂપે પોલીસ સ્ટેશનોમાં પેન્ડીગ રહેલ મુદ્દામાલના નિકાલની કામગીરી ફળદાયક રહી હતી જેમા મુદ્દામાલ નાશ/હરાજીની કામગીરી જેમાં પ્રોહીબીશનના ગુન્હાના કામે દેશી દારુ લીટર ૫૫,૧૦૨ તેમજ વિદેશી દારૂની બોટલો કુલ- ૫,૭૩,૯૩૭ જે બન્નેની કુલ્લે કિંમત રૂ.૮,૧૫,૯૪,૨૫૩ નો નાશ કરવામાં આવેલ છે.
ગુન્હાના મુદ્દામાલના કુલ-૬૮૪ વાહનોની નિયમોનુસાર હરાજી કરી, હરાજી પેટે ઉપજેલ નાણાં કુલ્લે રૂ. ૬૩,૨૭,૫૦૦ સરકારમાં જમા કરાવવામાં આવેલ છે.મુદ્દામાલપરત આપવાની કામગીરીમાં આ સમયગાળા દરમ્યાન વાહન સિવાયનો જે કિંમતી મુદ્દામાલ છે જેમાં, સોના-ચાંદી, રોકડ રકમ વિગેરેના કુલ-૮૮૦ ગુન્હાનો કુલ રકમ રૂ.૪,૦૯,૦૫,૮૭૪ નો મુદ્દામાલ તેઓના મુળ માલિકોને પરત સોંપવામાં આવેલ છે. ગુન્હાઓના કામે કબજે કરેલ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો મળી કુલ – ૧૩૭૨ વાહનો જેની કુલ કિંમત રૂ. ૨૦,૩૪,૭૧,૦૩૦ ના મુળ માલિકોને પરત સોંપવામાં આવેલ છે.આમ ટુંકાગાળામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપરોકત ઝુંબેશ ચલાવી મુદ્દામાલનો નિયમોનુસાર નાશ કરવામાં આવેલ છે. તથા ગુન્હાના કામના ભોગ બનનાર નાગરિકોને શોધી કાઢી તેઓનો મુદ્દામાલ પરત સોંપવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. પોલીસ સ્ટેશનથી રૂ.૩૩,૨૨,૯૮,૬૫૭ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો.
કેમસ્કેનર દ્વારા સ્કેન કરેલ તા. ૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૪ દરમ્યાન ૨૦ વર્ષ કે તેનાથી વધારે વર્ષ જુના મુદ્દામાલનો કરેલ નિકાલની માહિતી પ્રમાણે સોલા ફસ્ટ-૧૯૮/૨૦૦૨ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામે રિકવર કરેલ સફેદ ધાતુ જેવી નાની મૂર્તિઓ નંગ -૭ જેની કિં.રૂ. ૧૫૦/- તથા ચાંદીની થાળી તથા કટોરી નંગ-૧ જેનુ વજન ૩૩૦ ગ્રામ છે જેની કિં.રૂ. ૩૫૦૦/- મળી બન્નેની કુલ્લે કિં.રૂ. ૩,૬૫૦/- નો મુદ્દામાલ મે.જ્યુડીશીયલ મેજી,સા.ફસ્ટ ક્લાસ અમદાવાદ ગ્રામ્યના હુકમ આધારે ફરીયાદીશ્રી પ્રફુલભાઈ ગુણવંતભાઇ ગાંધી રહે.૨૨૧/દેવાંગ એપાર્મેટ નેહરુનગર અમદાવાદ તા.૩/૬/૨૦૧૧ ના રોજ મૃત્યુ પામતા ફરી.શ્રીના પત્નિ ચેતનાબેન પ્રફુલભાઇ ગાંધી રહે. ૨૨૧/દેવાંગ એપાર્મેટ નેહરુનગર અમદાવાદ શહેર નાઓનો સંપર્ક કરી તેઓશ્રી પાસે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અંગેની અરજી કરાવડાવી મુદ્દામાલ મેળવવાનો હુકમ મેળવી તેઓશ્રીને સદર મુદામાલ પરત સોપવામાં આવેલ છે.
કાલુપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર. નં.૨૮૦/૧૯૯૯ ઈ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦મુજબના ગુનાના કામે રિકવર કરેલ મુદ્દામાલ સોનાની ચેઈન-૧ કિં.રૂ.૧૫૦૦૦ નો મે.નામદાર કોર્ટ નં.૧૬ના હુકમ આધારે ફરીયાદી બાબુલાલ પ્રભુદાસ પટેલ રહે-૩ સર્વોદય, અચેર ગામ, સાબરમતી, અમદાવાદને તેઓ ફરીયાદમાં જણાવેલ સરનામે રહેતા ન હોય, તેઓના વકીલનો સંપર્ક કરી તેમના વકીલ પાસેથી તેઓનું હાલનું સરનામું મેળવી તેઓનો સંપર્ક કરી કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરાવડાવી.મુદ્દામાલ મેળવવાનો હુકમ મળતા મુદ્દામાલની ખરાઈ કરી પરત કરેલ છે.
દાણીલીમડા પો.સ્ટે. ફર્સ્ટગુ.ર.નં. ૧૦૪/૨૦૦૧ધી ઈ.પી.કો. કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામે રિકવર કરેલ સોના-ચાંદીના દાગીના કિં.રૂ.આશરે ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ મે.એડી.ચીફ.મેટ્રો મેજી. કોર્ટ નં.૦૪ના હુકમ આધારે ફરીયાદી અબ્દુલહમીદ અબ્દુલકરીમ શેખરહે. ઈમરાન રો-હાઉસ, ન્યુ ફૈસલનગર, બોમ્બે હોટલ સામે, દાણીલીમાડા, અમદાવાદ શહેર હાલ રહે. ગલી નં.૯, જીતુ ભગત કમ્પાઉન્ડ, ટીના સ્ટોરની ગલીમાંબાજુમાં, શાહે આલમ, દાણીલીમડા, અમદાવાદ ને સદર કેસનો ચુકાદો આવી ગયેલ હોય, તેઓ ફરીયાદમાં જણાવેલ સરનામે રહેતા ન હોય, સરનામાની તપાસ કરી શોધખોળ કરી તેઓનું હાલનું સરનામું મેળવી તેઓને સંપર્ક કરી મુદ્દામાલની ખરાઇ કરી તેઓનો કીમતી મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે.આમ છેલ્લા ચાર માસની મુદામાલ નિકાલની ડ્રાઇવ દરમિયાન ૨૦ વર્ષથી જુના કેસોનો મુદામાલ પરત કરવામાં આવેલ છે.
જીએસ માલિકે વધુમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મૉડમાં છે.અમદાવાદ SP રિંગરોડને અમદાવાદ શહેર પોલીસ હદમાં સમાવવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ પણ મોકલાવ્યો હતો.મલિકે પોતાના છ મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો હતો, જેમાં તેમને કરેલી કામગીરીના સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યા હતા. અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક 75 કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે, જ્યારે બાકીનો ૨૦ ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનઃવર્સન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલા બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી. ટ્રાફિક વ્યવસ્થા સુસજ બનાવવા માટે પણ સીસીટીવી કેમેરા જ્યાં બંધ પડેલા છે અને જરૂર પડે ત્યાં નવા સીસીટીવી કેમેરા મુકવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવશે.સામાન્ય સંજોગોમાં કોઈપણ શહેરના રોડ અને રસ્તાનું પ્લાનિંગ થતું હોય છે ત્યારે મહાનગરપાલિકા તથા ટ્રાફિક વિભાગ સાથે બેઠક અને ચર્ચા વિચારણા કર્યા બાદ જ અમલીકરણ કરવામાં આવતું હોય છે.