હવે નવી ટેક્સ સિસ્ટમમાં પણ પગારદાર લોકો અને પેન્શનધારકોને 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે
નવી દિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ટેક્સને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે.તમે હજુ સુધી તમારું ITR ફાઈલ નથી કર્યું તો હવે તમારે 0 ટેક્સ ચૂકવવો પડશે.નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે, એટલે કે જો તમે વાર્ષિક 7 લાખ રૂપિયા કમાઈ રહ્યા છો તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.નવું નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થયું હતું અને તેની સાથે ટેક્સ સંબંધિત ઘણા નિયમો બદલાયા હતા. જો તમે નવી ટેક્સ સિસ્ટમનો લાભ લઈ રહ્યા છો, તો હવે તમને વધુ છૂટનો લાભ ચોક્કસપણે મળશે. નાણાકીય વર્ષ 2023-24માં તમારી વાર્ષિક આવક 7 લાખ રૂપિયા છે અને તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.બજેટ 2023માં વધુ એક મહત્વની જાહેરાત કરી છે. નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળતો ન હતો.હવે નવી ટેક્સ સિસ્ટમમાં પણ પગારદાર લોકો અને પેન્શનધારકોને 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.