ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત

Spread the love

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. જેમાં વીજ શોક લાગતાં એમ.પી.ના ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 6 મજૂરો દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજ શોક એટલો ભયંકર હતો કે, ટ્રેક્ટરના આગળના ચારેય ટાયરો બળી ગયા હતા.

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના થઈ છે. ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં વીજ શોકથી ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 6 મજૂરો દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.

દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વીરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો. તેમજ આ ઘટનાની જાણ થતાં પાટડી પ્રાંત કલેકટર આઈ.એ.એસ.- જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતા. મજૂરો ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલા રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.

મૃતકોના નામ

• ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ 25)

• લાડુબેન ભરમાભાઈ (ઉ.વ 50)

કાજુભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ 35)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com