સ્વામીનારાયણ સંત કેપી સ્વામીએ જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી

Spread the love

હાલમાં જ ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો પણ સતત ચર્ચામાં રહે છે. વિવાદિત નિવેદનો કર્યા બાદ સંતોને માફી માંગવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે કચ્છમાં એક સ્વામીનારાયણ સંતે જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી હતી. જોકે, પાકિસ્તાનની જય બોલાવીને તેમણે બાદમાં એક ખુલાસો કર્યો હતો. હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના ચિત્રોડ રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલી છે. તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અહીં પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. જેમાં ગુરુકુળના કેપી સ્વામી ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યુ હતુ. પોતાના પ્રવચનના અંતે તેમણે ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામોની જય બોલાવી હતી. જેમાં લોકો પણ ઉત્સાહથી જય બોલાવી રહ્યા હતા. પરંતું એકાએક કેપી સ્વામીએ પાકિસ્તાનનું નામ લીધું હતું. તેથી ભૂલભૂલમાં લોકો પાકિસ્તાનની જય બોલી ગયા હતા. પરંતુ આ બાદ એકદમ શાંતિ છવાઈ હતી. લોકો બોલ્યા બાદ ખબર પડી કે, પાકિસ્તાનની જય બોલ્યા. આ બાદ તરત, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? આમ, સ્વામીના જયઘોષ બોલવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com