અમદાવાદમાં વર-કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ, નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયાં….

Spread the love

અમદાવાદના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર

બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. વર-કન્યા સહિત

45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર

અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાન મોડીરાત્રે

પરત ફરતી હતી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો

થતા સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં

આવ્યા છે. કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની

અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં

દાખલ કર્યા છે.

રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્કવેટમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. રાત્રે જાનૈયાઓ સહિતના તમામ લોકોએ ભોજન લીધું હતું. મોડીરાત્રે જ્યારે જાન વિદાય થઈ હતી. જાનૈયાઓને નડિયાદ નજીક ત્યારે 40થી 45 જાનૈયાઓને ઉલટી થવા લાગી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની અસરના કારણે તમામ જાનૈયાઓને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા.

સારવાર હેઠળ રહેલા શિવમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે રાજપીપળાથી અમદાવાદના નિકોલમાં જાન લઈને આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં અમે ભોજન આરોગ્યું હતું, એક કલાક પછી ઝાડા-ઉલ્ટી થવા લાગી હતી. આથી ફૂડ પોઇઝનિંગ થયાનું જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા. બધા હાલત ખરાબ થઈ ગઈ હતી. રાત્રે અમે 1 વાગ્યે દાખલ થયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, રાજપીપળાથી અમે એક લક્ઝરી બસ અને 5 ફોરવ્હિલ લઈને નિકોલ જાન લઈને આવ્યા હતા. ભોજનમાં સ્ટાર્ટરમાં સૂપ હતું. પછી સલાડ, ગાજરનો હલવો, દાલફ્રાય-જીરા રાઇસ, રોટલી, પનીર અને બીજું એક શાક હતું અને છેલ્લે છાસ હતી. વેલકમ ડ્રિંકમાં પાઇનેપલનું મિલ્ક શેક હતું. એના લીધે થયું હોય તેવું લાગે છે. જાનને 11 વાગ્યે વળાવી દીધી હતી.

જ્યારે મણિનગરની એલજી હોસ્પિટલમાં ત્રણ મહિલાઓને બે પુરુષને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એલજી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. લીના ડાભીએ જણાવ્યું હતું કે, મોડીરાત્રે ફૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છે, નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં કારણે તેઓની તબિયત બગડી હતી. હાલ આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે.

બસમાં સવાર વિનુભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ લગ્ન પૂર્ણ કરી પરત ફરતા એકાએક બસમાં સવાર જાનૈયાઓને ઝાડા-ઊલ્ટીની અસર થઈ હતી. આથી અમે 108ની મદદ મેળવી તમામ લોકોને અહીંયા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છીએ. પંજાબી ફૂડ જમ્યા હતા તે બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું છે. આ બસમાં 55 જેટલા જાનૈયાઓ સવાર હતા અને 3 એમ્બ્યુલન્સ મારફતે અહીંયા લાવ્યા હોવાની વિગતો પણ આપી છે.

108ના કર્મચારી ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું હતું કે, આ જાનૈયાઓની બસ રજપીપળા મૂકામે પરત ફરતી હતી. જેમાં જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જે તમામની સારવાર ચાલુ છે. તે લોકોએ પંજાબી શાક, ચાઈનીઝ અને હલવો આરોગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com