ચડાસણા ગામમાં દલિત યુવાનનો લગ્નનો વરઘોડો રોકનારને કોર્ટે ચારેયને સેન્ટ્રલ જેલ ભેગા કરી દેવાનો હુકમ કર્યો

Spread the love

માણસા તાલુકાના ચડાસણા ગામમાં દલિત યુવાનનો લગ્નનો વરઘોડો રોકી જાતિવિષયક અપશબ્દો બોલી હૂમલો કરી વરઘોડો કાઢવા માટે પરમિશન અમારી પરમિશન લેવી પડે એવી શેખી મારનાર ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી લેવાઈ હતી. આજે ચારેય ઈસમોને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ચારેયને સેન્ટ્રલ જેલ ભેગા કરી દેવાનો હુકમ કર્યો છે.

માણસાના તાલુકાના ચડાસણા ગામમાં કલોલમાં રહેતો ચાવડા પરિવારનાં લોકો પુત્ર વિકાસના લગ્ન હોવાથી ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા હતા. જ્યાં દલિત પરિવારે વરઘોડા કાઢ્યો હતો. ત્યારે ગામના ચોકમાં આવેલ દુધની ડેરી નજીક વરઘોડો પહોંચતા એક ઈસમ બાઈક લઈને ઘુસી ગયો હતો. અને જાનૈયાઓની ભીડમાં થઈને ઘોડી પાસે પહોંચી જઈ વરરાજાની ફેટ પકડી લઈ હાથ ચાલાકી કરી નીચે ઉતારી દીધો હતો. બાદમાં આ ઈસમે જાતિ વિષયક અપશબ્દો બોલી પરમિશન વિના વરઘોડો નહી કાઢવાનાં રિવાજની ખબર નથી કહી જેમતેમ ગાળો બોલી હતી. આથી જાનૈયાઓ આ ઈસમને સમજાવવા લાગ્યા હતા. એટલામાં અન્ય ત્રણ ઈસમો ત્યાં પહોંચી ગયા હતા. અને એક જાનૈયાને લાફો ઝીંકી દીધો હતો. તેમજ ઈસમોએ ભેગા થઈ ડીજે સાઉન્ડ વાળા, ઘોડીવાળા તેમજ ડ્રોન કેમેરા વાળાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભગાડી મૂક્યા હતા.

બેફામ બનેલા ચારેય ઈસમોએ વરરાજા સહીતના જાનૈયાઓને જાતિવિષયક અપમાનિત શબ્દો બોલી બિભત્સ ગાળો ભાંડી ગર્ભિત ધમકીઓ આપી પોતાની વાત માનવાની ફરજ પાડી હતી. અને ચારેય ઈસમોએ વરરાજાને ગાડીમાં પણ બેસવાની ઘસીને ના પાડી દીધી હતી. આખરે જેમતેમ કરીને વરરાજાને લગ્ન મંડપ સુધી લઈ જવાયા હતા. આ અંગે માણસા પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશ જીવણજી ઠાકોર, સમીર દિનેશજી ઠાકોર તેમજ અશ્વીન રજૂજી ઠાકોર વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક પી ડી મનવરે ચારેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ચારેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com