બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા

Spread the love

ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.

ભારતીબહેન ચાલી શકે તેમ હતાં. છતાં તેમણે પોતાની કરતાં વધુ વિકલાંગ વ્યકિત સાથે લગ્ન કેમ કર્યા તેવું પુછતાં ભારતીબેન જણાવે છે કે, ” વિકલાંગતા તો શરીરની હોય છે. મનની નહીં. શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે. ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે. આ વિશિષ્ટ દંપતીની કહાનીમાં ડોકીયુ કરીશું તો પ્રેમની અલગ જ વ્યાખ્યા જાણવા મળી. પોતાના જીવન અને લગ્ન વિશે મનુભાઈ પ્રજાપતિ કહે છે કે, ” હું મુળ જંબુસર તાલુકાનાં છેવાડાના ગામ કાવીનો વતની છું.

હું જન્મથી વિકલાંગ નહોતો પરંતુ પોલીયોની રસી લીધી ત્યાર પછી રીએકશન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત હારી નહી. દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે. એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો. જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો. બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com