ગાંધીનગર નજીક આવેલાં ઇટાદરા ગામે આઈશ્રી ખોડીયાર માતાજી મંદિરે ૧૭મો પાટોત્સવ તથા ત્રિદિવસીય શતચંડી યાગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તારીખ 28 ફેબ્રુઆરીથી તારીખ 01 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.
યજ્ઞના આચાર્ય પદ પર બિરાજમાન શાસ્ત્રી શશીકાન્ત ઉમિયાશંકર રાવલ (ઉંઝા ઉમિયામાતા મંદિર ) ના આશીર્વચન હેઠળ આ કાર્યક્રમ યોજશે ત્યારે તારીખ 28 ફેબ્રુઆરી નાં પ્રથમ દિવસે
યજ્ઞ પ્રારંભ સવારે ૮.૧૫ કલાકે,પંચાગ કર્મ સવારે ૮.૩૦ કલાકે,યજ્ઞ મંડપ પ્રવેશ બપોરે ૧૨.૩૯ કલાકે, વાસ્તુ અગ્નિ સ્થાપન બપોરે ૩.૧૫ કલાકે, ભદ્ર મંડલ સહિત પરિવાર દેવતાઓનું આહ્વાન સાંજે ૪.૦૦ કલાકે, સાંય પૂજન – થાળ આરતી સાંજે ૬.૧૫ કલાકે યોજાશે.
જયારે બીજા દિવસે પ્રાતઃ પૂજન સવારે ૮.૩૦ કલાકે, સ્થાન દેવી-દેવતા સહિત પ્રધાન દેવી આઈશ્રી ખોડીયાર માતાજી તથા રાધા કૃષ્ણ ભગવાન તથા મહાકાલ અને ગોગા મહારાજની ધ્વજા આરોહણ બપોરે ૧૨.૩૯ કલાકે, સ્થાન દેવી – દેવતાઓની વિશેષ પૂજા બપોરે ૩.૧૫ કલાકે, સાંય પૂજા – થાળ આરતી સાંજે ૬.૧૫ કલાકે અને રાત્રે રાસ-ગરબાની રમઝટ ૯.૦૦ કલાકે યોજાશે.
ત્રીજા અને અંતિમ દિવસે પ્રાતઃ પૂજન સવારે ૮.૩૦ કલાકે, પાત્રાસાદન સહિત રાજોપચાર પૂજા સવારે ૧૦.૩૦ કલાકે, દુર્ગા સપ્તસતીની આહૂતિ બપારે ૨.૧૫ કલાકે, યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ૪.૩૦ કલાકે, ઉત્તર પૂજન થાળ-આરતી સાંજે ૫.૧૫ કલાકે, મહા પ્રસાદ સાંજે ૬.૧૫ કલાકે યોજાશે.
અને રાત્રીનાં ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં બ્રીજદાન ગઢવી તથા ગીતાબેન રબારી તથા હાસ્ય કલાકાર હિતેશ અંટાળા હાસ્યની રમઝટ બોલાવશે.
આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકોને પધારવા શ્રી ગોપાલભાઈ અંબાલાલ પટેલ, અ.સૌ. ગીતાબેન ગોપાલભાઈ પટેલ, શ્રી હરિકેશ ગોપાલભાઈ પટેલ, અ.સૌ ક્રિપાલી હરિકેશ પટેલ, શ્રી કિશન (મુકુંદ) ગોપાલભાઈ પટેલ, અ.સૌ. હની મુકુંદ પટેલ, હીદાન… ચર્જુવ સહીતે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.