ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ
ઇલેક્ટ્રોલ બોન્ડથી કાળુ ધન વધે, મની લોન્ડરિંગ વધશે, એવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પણ કહ્યું હતું. પણ કોઈએ સાંભળ્યું નહોતું, ચૂંટણી પંચે પણ આ અંગે કોઈ ફરજ બજાવી નહોતી : શક્તિસિંહ
અમદાવાદ
નામદાર સુપ્રીમ કોર્ટનાં ‘ઇલેક્ટ્રોલ બોન્ડ’ અંગે આવેલ ચુકાદા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન ભંડોળ લઈ લેવાની યોજના એટલે કે ઇલેક્ટ્રોલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે તે બદલ હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ ઇલેક્ટ્રોલ બોન્ડ બંધારણીય જોગવાઈઓથી પણ વિપરીત છે. સુપ્રીમ કોર્ટ પારદર્શિતા રાજકારણમાં ધનસંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી એ ક્યારેય પણ પક્ષ ભ્રષ્ટાચારને છાવરીને ધન ગુપ્ત રીતે ભેગો થઈ જાય એવો ધંધો ક્યારેય નથી કર્યો. ઇલેક્ટ્રોલ બોન્ડ આવ્યા ત્યારે જ કોંગ્રેસ પાર્ટી એ આનો વિરોધ કર્યો હતો કે આ યોગ્ય નથી. ઇલેક્ટ્રોલ બોન્ડ થી કાળુ ધન વધે, મની લોન્ડરિંગ વધશે, એવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પણ કહ્યું હતું. પણ કોઈએ સાંભળ્યું નહોતું. ચૂંટણી પંચે પણ આ અંગે કોઈ ફરજ બજાવી નહોતી. ત્યારે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરાહનીય અને આવકારદાયક ગણાય છે. ઇલેક્ટ્રોલ બોન્ડ ભારતના લોકતંત્ર માટે કલંકિત બાબત કહી શકાય તેવી હતી. બેંકના પૈસા જેને ડુબાડી દીધા છે તેવા લોકોને કહે કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસા આપી દો તેવું ભાજપ કરતું હતું તેવો આક્ષેપ શક્તિસિંહ કર્યો હતો. ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીએ જે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા તેને સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી મોટી લપડાક મળી છે જેને હું આવકારું છું.