પૂર્વઝોન ટેક્ષ વિભાગ દ્વારા સપાટો,ટેક્ષ ભર્યા વિના સીલ ખોલનાર ૪ એકમો સામે પોલીસ ફરિયાદ, ૭૨૧૯ એકમો સીલ રૂ. ૨.૫૩ કરોડની ટેક્ષની વસુલાત

Spread the love

રબારી વસાહત, ઓઢવ શ્રીનાથપાર્ક, ખોડિયારનગર, ગ્રેવીટી રીટેલ અને વર્ક સ્પેશ,નિકોલ, શ્રીરામએસ્ટેટ, રખિયાલ, યમુનાપાર્ક, વસ્ત્રાલ, ગજાનંદ એસ્ટેટ, હાથીજણ સહિતના ૭૨૧૯ એકમો સામે સીલીંગની કાર્યવાહી: વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૪૪,૬૯૮ એકમો સામે સીલીંગની કાર્યવાહિ કરવામાં આવી

અમદાવાદ

પૂર્વઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની રાહબરી હેઠળ તા.૧૬-૦૨-૨૦૨૪ ના રોજ ૭૨૧૯ એકમો સામે સીલીંગની કડક કાર્યવાહિ આજે કરવામાં આવી હતી.પૂર્વઝોન ટેક્ષ વિભાગમાં વધુ ૦૪ બાકી મિલ્કતધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા કુલ ૧૭ ફરિયાદ નોંધાયેલ છે. આસી. મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં તા.૧૬-૦૨-૨૦૨૪ના રોજ હીરાનગર, વિરાટનગર રોડ ખાતે રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્ષ બાકી હોઈ, ઇજનેર વિભાગના સહયોગથી નળ-ગટર કનેકશન કાપવા અંગે કાર્યવાહી કરતા બાકીદાર રહીશો દ્વારા ટેક્ષ ભરવાની શરૂઆત કરવામાં આવી.

ડે.મ્યુનિસિપલ કમિશ્નર (પૂર્વઝોન)ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો પૂર્વ ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુબેંશ પૂર્વઝોન અલગ-અલગ વિભાગો જેવા કે પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, પ્રોફેશનલ ટેક્ષ વિભાગ, વહિવટી વિભાગ, ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ,મેલેરીયા વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, યુ.સી.ડી. વિભાગ જેવા મોટા ભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઓનો સમાવેશ કરીને આસી.મ્યુનિ. કમિશનરશ્રીઓની આગેવાની હેઠળ કુલ ૨૧ ટીમો કાર્યરત કરી પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તેવી મિલકતોમાં સીલીંગની સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે પૈકી (૧) રબારી વસાહત, ઓઢવ (૨) શ્રીનાથપાર્ક, ખોડિયારનગર (૩) ગ્રેવીટી રીટેલ અને વર્ક સ્પેશ,નિકોલ (૪) શ્રીરામએસ્ટેટ, રખિયાલ (૫) યમુનાપાર્ક, વસ્ત્રાલ (૬) ગજાનંદ એસ્ટેટ, હાથીજણ સહિતના ૭૨૧૯ એકમો સામે સીલીંગની કાર્યવાહી કરી રૂ. ૨.૫૩ કરોડના ટેક્ષની વસૂલાત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૪૪,૬૯૮ એકમો સામે સીલીંગની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com