ગુજરાતમાં આંગણવાડીની મહિલાઓ વિફરી, ક્યાંય તાળાબંધી તો ક્યાંય વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી આવેદનપત્ર અપાયું…

Spread the love

રાજ્યની આંગણવાડી સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓએ પોતાના કામના ભારણ અને પડતર માંગણીને લઈ વિરોધ નોંધાવ્યો છે. જેમાં વલસાડ, નવસારી, અરવલ્લી, આણંદ અને દાહોદમાં મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા. વલસાડમાં જિલ્લાની આંગણવાડી મહિલાઓએ લ્યાણબાગથી કલેક્ટર કચેરી સુધી 300 બહેનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

નવસારીમાં જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવવા 800 આંગણવાડી મહિલા કર્મચારીઓએ આંગણવાડીને તાળાબંધી કરી છે. તો અરવલ્લીના મોડાસામાં 70 આંગણવાડી કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આણંદના પેટલાદમાં તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અને માગણીને લઈ CDPO કચેરીમાં પ્રદર્શન કર્યુ હતુ. તો દાહોદમાં પણ વૈધનાથ મહાદેવ મંદિર ખાતે આંગણવાડી કર્મચારીઓએ પોતાના પ્રશ્નોને લઈ હડતાળ યોજી હતી

વલસાડ જિલ્લાની આંગણવાડી મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. કલ્યાણબાગથી કલેક્ટર કચેરી સુધી 300 બહેનોએ રેલી કાઢી હતી.યોગ્ય વેતન અને કામના કલાકો નક્કી કરાય તેમજ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ઓનલાઇન કામગીરી જેવા વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું. અને તમામ માંગનું ઝડપથી નિરાકરણ આવે તેવી માગ કરી છે.

નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે અભિયાન છેડવામાં આવ્યું છે, તો બીજી તરફ આંગણવાડીઓમાં ભણતા બાળકો માટે નાસ્તા અને ભોજનની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી ન આવતા આજથી નવસારી જિલ્લાની આંગણવાડીની 800 જેટલી મહિલા કર્મચારીઓ 17 ફેબ્રુઆરી સુધી આંગણવાડીઓને તાળેબંધી કરી વિરોધ નોંધાવ્યો છે

અરવલ્લીમાં મોડાસના ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકારના બજેટમાં આંગણવાડીને પગાર વધારો કે બીજા કોઇ લાભ આપવાની જાહેરાત ન કરતા આખા દેશમાં હડતાળ અને ભારત બંધનું એલાન આપેલ છે. કામદારો,સંગઠનો કર્મચારીઓ, ખેડૂતો,આંગણવાડીના આશા વર્કર તમામ લોકો સરકારની સામે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અને 70થી વધુ પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયત કરી હતી.

આણંદના પેટલાદ તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો છે. પડતર પ્રશ્નો અને માગણીને લઈ CDPO કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓએ ભેગા મળી રજા રિપોર્ટ રજૂ કર્યો હતો. કચેરીમાં અધિકારી હાજર ન મળતા રજા રિપોર્ટ ટેબલ પર મુકાયા છે. આંગણવાડી, આશા વર્કર બહેનો પર મોબાઈલ ડેટાનો બોઝ વધવાનો આરોપ છે. બીલ સમયસર ન આપતા સ્વખર્ચે બાળકોને આહાર આપતા રોષ વ્યક્ત કર્યો છે

દાહોદના વૈધનાથ મહાદેવ મંદિર ખાતે આંગણવાડી વર્કરો હડતાળ પર છે. આંગણવાડી વર્કરો પડતર માંગોને લઈને લડાયક મુડમાં જોવા મળ્યા છે. વિધાનસભાના બજેટમાં કર્મચારીઓ માટે કંઈ ન હોવાને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી. વેતનમાં વધારાથી લઈને નવા મોબાઈલ આપવાની ઉગ્ર માંગ કરી છે. 5 હજાર મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે. આવતીકાલે દાહોદમાં રેલીનું આયોજન સાથે કલેક્ટર કચેરએ આવેદન પણ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com