ડોક્ટરની જીદના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રોમા સેન્ટરથી સહયોગ એમઆરઆઈ સેન્ટર લઈ જવામાં લેટ જવાને કારણે દર્દીનું મૃત્યુ થયું ? :’આપ’ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર

Spread the love

દર્દીને લાવવામાં આવે ત્યારે જે તે વિભાગના ડોક્ટર ચકાસવાના બદલે મેડિસિન વિભાગના ડોક્ટરને રિફર કરવામાં આવે છે:હોસ્પિટલમાં કામ કરનાર તમામ સ્ટાફ કોન્ટ્રાકટમાં છે, કોન્ટ્રાક્ટકર્મીના પગાર પણ 3 મહિનાથી કરવામાં આવ્યા નથી: વિનોદ પરમાર

અમદાવાદ

આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે કોન્ફરન્સ ના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર આક્ષેપ  કરતા જણાવ્યું હતું કે, સિવિલમાં આવેલી ટ્રોમા સેન્ટરમાં ઘણી અરાજકતા હોય છે. દર્દીને લાવવામાં આવે ત્યારે જે તે વિભાગના ડોક્ટર ચકાસવાના બદલે મેડિસિન વિભાગના ડોક્ટરને રિફર કરવામાં આવે છે. ટ્રોમા સેન્ટરમાં આવેલ દર્દીને ડાયરેક્ટ એમઆરઆઇ કરવા માટે સહયોગ સેન્ટરમાં મોકલવામાં આવે છે. સહયોગ ઇમેજિંગ સેન્ટર પ્રાઇવેટ સેક્ટર છે, ટેક્સ ફ્રી ફોટા આપવામાં ટાઈમ લગાડવામાં આવે છે અને દર્દીના સગા સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. હું જાતે ત્યાં તપાસમાં રાત્રે ગયો હતો તો ત્યાં સંપૂર્ણ અરાજકતા જોવા મળી હતી. રિપોર્ટમાં પણ વેટિંગમાં બેસાડવામાં આવે છે. ગંભીર બીમારીમાં કે અકસ્માતમાં ઘાયલ ગંભીર દર્દીને રિપોર્ટ કરતા પહેલા કે તપાસ કરતાં પહેલાં જે તે ડોક્ટરે મોકલ્યા હોય એમની રાહ જોવાનું કહેવામાં આવે છે. દર્દીની હાલત ગંભીર થઈ જતા મૃત્યુ પણ થઈ શકે છે.

બે દિવસ પહેલા જ એકનો એક દીકરો ડોક્ટરની અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફ બેદરકારીથી મૃત્યુ પામે છે. એક્સરે કરાયા પહેલા કે એનો રિપોર્ટ આપ્યા પહેલા સીટી સ્કેન કરાવવાની ડોક્ટરની જીદના કારણે 108 એમ્બ્યુલન્સ સેવા ટ્રોમા સેન્ટરથી સહયોગ એમઆરઆઈ સેન્ટર લઈ જવામાં લેટ જવાને કારણે દર્દીનું મૃત્યુ થયું છે? જે એના ઘરનો એકનો એક દીકરો હતો ત્યાં જઈને પોલીસ FIR કરાવી, પોસ્ટમોર્ટમ કરાવેલ છે. કિડની હોસ્પિટલના એક સુપ્રિટેન્ડન્સ રાતોરાત રાજીનામુ મૂકી પરદેશ જતા રહ્યા છે જેમાં એવુ ચર્ચાય રહ્યું છે કે મસમોટુ કૌભાંડ કર્યું છે? હોસ્પિટલમાં કામ કરતો ટોટલ સ્ટાફ કોન્ટ્રાકટમાં છે, કોન્ટ્રાક્ટકર્મીના પગાર પણ 3 મહિનાથી કરવામાં આવ્યા નથી. પહેલા રાજદીપ અને હવે વિશ્વા એન્ટરપ્રાઇઝ બધાની સાંઠ ગાંઠ છે ? પગાર પણ દરેક જગ્યાએ વધારે ઓછો પગાર આપવામાં આવે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આવેદન અગાઉ આપેલ છે, જેમાં કોન્ટ્રાકટ કર્મીને કાયમી કરવા હોસ્પિટલમાં ડૉક્ટર કે ટેક્નિકલ સ્ટાફને કાયમી રીતે ભરતી કરવા અને ખાસ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે હોસ્પિટલ કેર કમિટી જેનો એક ભાગ છે, જેનુ કામ દર્દીની સેવા કે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવુતિ કરવાનુ અને સત્ય ઉજાગર કરવાનુ છે, તો અમે હોસ્પિટલમાં બેસવા જગ્યા માંગી છે જેમાં દર્દી સંપર્ક કરી શકે પરંતુ અમને જગ્યા આપવામાં આવતી નથી, હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી પાસે છે અને હોસ્પિટલ પબ્લિક પ્લેસ છે, જેમાં કોઈ પણ સરકાર એમાં આધિપત્ય જમાવી ના શકે અગાઉ અગ્ર સચિવને પણ આવેદન આપેલ છે, સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને આરોગ્ય મંત્રીને પણ આવેદન આપી બેસવાની જગ્યા માંગેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com