ગામડાઓને ટકાવી રાખવામાં ખેતીની મહત્વની ભુમિકા પરંતુ સરકારમાં ખેતી અને ખેડુતોની અવગણના, જેના કારણે ખેડુતો પીડાઈ રહ્યા છે :  અર્જુન મોઢવાડિયા

Spread the love

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા

ખેડુતોને વચન અપાયુ હતું કે વર્ષ ૨૦૨૨ સુધી આવક બમણી કરાશે, પરંતુ ખેડુતોની આવકને બદલે ખર્ચ બમણો થઈ ગયો. જ્યાં સુધી ખેત ઉત્પાદનના ભાવ બમણા ન થાય ત્યાં સુધી ખેડુતોની આવક બમણી થવાની નથી

બિયારણની કોંગ્રેસના શાશનમાં ક્રાંતિ થઈ પરંતુ તેનું જે અપગ્રેડેશન થવુ જોઈએ તે થતુ નથી, આપણે હજી 2જી સીડ વાપરીએ છીએ, જ્યારે વિશ્વમાં 5જી અને 6જી સીડ વાપરવામાં આવી રહ્યા છે :સરકાર નકલી બિયારણનું વેચાણ બંધ કરાવી આંતરાષ્ટ્રીય સ્તરના અસલી બિયારણો વ્યાજબી ભાવે ખેડુતોને ઉપલબ્ધ કરાવે : માચ્છીમારોની નાની બોટ અને પીલાણામાં પેટ્રોલ વપરાશ પર સબસીડી અને એન્જિન ખરીદી ઉપર દર ત્રણ વર્ષે સબસીડી આપવી જોઈએ : મેરીટાઈમ બોર્ડ હસ્તક ગુજરાતના જેટલા બંદરો છે તેમાંથી પોરબંદર સહીતના પાંચ બંદરોને આંતરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવે તો ગુજરાત મેરીટાઈમ ક્ષેત્રે નંબર વન આવી શકે :  અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ અને મત્સ્ય વિભાગની માંગણીઓ અંગે ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર ખેડુતોની દરકાર ન લેતી હોવાના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગામડાઓને ટકાવી રાખવામાં ખેતીની મહત્વની ભુમિકા છે. પરંતુ આ સરકારમાં ખેતી અને ખેડુતોની અવગણના કરવામાં આવે છે, જેના કારણે ખેડુતો પીડાઈ રહ્યા છે, પરંતુ ખેડુતોની પિડાની આ સરકારને કોઈ દરકાર નથી.  કૃષિ ભાંગે એટલે ગામડાઓ ભાંગે, ગામડાઓમાંથી લોકો રોજીરોટી માટે શહેરો તરફ સ્થળાંતર કરવા મજબુર થાય છે અને પરિણામે શહેરોમાં ઝુંપડપટ્ટી વિસ્તાર વધી રહ્યો છે. આજે શહેરોમાં ૪૦ ટકા જેટલી વસ્તિ ઝુંપડપટ્ટીમાં રહે છે, કારણ કે આ લોકો માટે આપણે ગામડાઓમાં રોજી-રોટીની વ્યવસ્થા કરાવી શક્યા નથી.

ખેડુતોને વચન આપવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધી તેમની આવક બમણી કરી દેવામાં આવશે, પરંતુ વર્ષ ૨૦૨૪ આવ્યુ હજી સુધી ખેડુતોની આવક બમણી થઈ નથી, જ્યાં સુધી ખેત ઉત્પાદનના ભાવ બમણા ન થાય ત્યાં સુધી ખેડુતોની આવક બમણી થવાની નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજે બિયારણ, ખાતર, દવા, ડીઝલ, પેટ્રોલના ભાવ બમણા થયા પણ ખેડુતોને ખેત ઉત્પાદનોના મળતા ભાવ ઠેરના ઠેર છે. વર્ષ ૨૦૦૮-૦૯ માં કપાસનો ભાવ પ્રતિમણ ૧૪૦૦ રૂપિયા આસપાસ હતો, આજે પણ એટલો જ છે, પરંતુ કપાસના વાવેતરમાં થતો ખર્ચ બમણો થઈ ગયો છે. મગફળીનો ભાવ આજે ૧,૧૦૦ થી ૧,૨૦૦ રૂપિયા પ્રતિમણ આસપાસ છે, જે દશ વર્ષ પહેલા પણ એટલો જ હતો. ક્યાંક ભાવ ૨-૫ ટકા વધ્યો હશે, પણ તેનો ખર્ચ બમણો થઈ ગયો છે. જેના કારણે આજે ખેડુતો આપઘાત તરફ વળી રહ્યા છે.

કુદરતની દયાથી છેલ્લા કેટલાક વર્ષોથી દુષ્કાળ પડતો નથી, પરંતુ તેમ છતાં ખેડુતોની આવક વધવી જોઈએ તે વધી રહી નથી, જેનું કારણ છે આપણે ઉત્પાદક્તા વધારી શક્તા નથી અને ભાવ પણ વધારતા નથી. બીજની ક્રાંતિ થઈ છતાં આપણે ત્યાં ના ત્યાં છીએ. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં ૯૯૫ કિ.ગ્રા. ઓસ્ટ્રેલિયામાં ૧૯૨૦ કિ.ગ્રા. ચીનમાં ૧૮૭૯ કિ.ગ્રા., બ્રાઝિલમાં ૧,૮૨૪ કિ.ગ્રા, પાકિસ્તાનમાં ૭૦૮ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર કપાસ રૂનું ઉત્પાદન થાય છે, જ્યારે ભારતમાં પ્રતિ હેક્ટર માત્ર ૪૪૮ કિ.ગ્રા. કપાસના રૂનું ઉત્પાદન થાય છે. બિયારણની શરૂઆતમાં ક્રાંતિ થઈ પરંતુ તેનું જે અપગ્રેડેશન થવુ જોઈએ તે થતુ નથી, આપણે હજી 2જી સીડ વાપરીએ છીએ, જ્યારે વિશ્વમાં 5જી અને 6જી સીડ વાપરવામાં આવી રહ્યા છે. આપણે ત્યાં રિસર્ચ કરવા માટે જે વાતાવરણ ઊભું કરવુ જોઈએ તે કરવામાં આવી રહ્યું નથી, જેના કારણે કપાસ, મગફળી અને બીજા પાકોનું ઉત્પાદન પર્યાપ્ત મળતુ નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આપણા ખેડુતોના પગ ઉપર કુહાડી આપણી જ સરકાર મારી રહી છે, આજે ચારે બાજુ નકલી બિયારણ વેચાઈ રહ્યા છે, સરકારને વિનંતી છે કે આ નકલી બિયારણનું વેચાણ બંધ કરાવવામાં આવે. તેમજ આજની ટેકનોલોજીના અપ ટુ ડેટ આંતરાષ્ટ્રીય સ્તરના અસલી બિયારણો વ્યાજબી ભાવે ખેડુતોને ઉપલબ્ધ કરાવવામાં આવે.

ખેડુતોને પર્યાપ્ત ભાવ મળતા નથી, સરકારે વગર વિચારે લાદેલા કાયદાઓથી એ.પી.એમ.સી. ની હાલત કથળી ગઈ છે, આજે રાજ્યમાં ૪૫ જેટલી એ.પી.એમ.સી. પાસે કર્મચારીઓનો પગાર કરવા જેટલી રકમ પણ નથી. ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશને ખેડુતોની જમીન સુધારણા માટે જે તળાવો બનાવ્યા હતા તે આજે બંધ થઈ ગયા છે. સરકારને વિનંતી છે કે આ તળાવો રાજ્ય સરકાર સંભાળી લે.  ગુજરાતમાં લગભગ ૩૬ હજાર જેટલી ફીશીંગ બોટ છે. આપણી પાસે દેશનો સૌથી મોટો દરિયા કિનારો છે, પરંતુ આપણે ફીશ ઉત્પાદક્તામાં પાંચમાં નંબરે છીએ, કારણ કે આપણે માછીમારોને જે પ્રોત્સાહન આપવુ જોઈએ તે આપતા નથી. નાની બોટ અને પીલાણામાં પેટ્રોલ વપરાશ અને એન્જિન ઉપર દર ત્રણ વર્ષના બદલે અત્યારે માત્ર એક જ વખત સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે તે સુધારવો જોઈએ. લાઈન ફિશીંગ, લાઈટ ફિશીંગ અને ઘેરા ફિશીંગ પર પ્રતિબંધ મુક્તો કાયદો ગૃહમાં લાવવો જોઈએ. મેરીટાઈમ બોર્ડ હસ્તક ગુજરાતના જેટલા બંદરો છે તેમાંથી પોરબંદર સહીતના પાંચ બંદરોને આંતરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવે તો ગુજરાત મેરીટાઈમ ક્ષેત્રે નંબર વન આવી શકે. મારી સરકારને વિનંતી છે કે પોરબંદર એ સૌથી જુનુ બંદર છે, આ બંદરનો વિકાસ કરી આંતરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com