અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ
સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી વોર્ડ સંગઠનમાં ભાગ – ૧ અને ભાગ – ૨ એમ બે ભાગ કરી એ પ્રમાણે વોર્ડ માં વિભાગ વાઈઝ બે પ્રમુખ બનાવવામાં આવશે
નવા હોદ્દેદારોની નિમણુક માટે 16 વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે,સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણુક માટે આપશે નામો
અમદાવાદ
આજ રોજ તા. ૨૦-૦૨-૨૦૨૪ ને મંગળવારના રોજ અખબાર યાદીમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ જણાવે છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાત સહપ્રભારીશ્રી રામકિશન ઓઝાજી, જી.પી.સી.સી ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર પ્રભારી બીમલભાઈ શાહ સાથે ચર્ચા વિચારણા કરી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ નાં સંગઠનનાં માળખાનું વિસર્જન કરવામાં આવે છે.લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે.અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નખાયું છે.જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણુક કરાશે.નવા હોદ્દેદારોની નિમણુક માટે 16 વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે.સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણુક માટે નામો આપશે.આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરાશે.વિધાનસભા પ્રભારીશ્રીઓએ દરેક વિધાનસભા વિસ્તારનાં વોર્ડ માં જઈને વિધાનસભાનાં સીનીયર આગેવાનો અને વોર્ડનાં આગેવાનો સાથે સાથે ચર્ચા વિચારણા કરી સંગઠનને મજબુત બનાવવા માટેનાં કામગીરી પણ ચાલુ કરેલ છે.કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જે સારૂ કાર્ય કર્તા હશે એમનું માન સન્માન જળવાશે અને કોંગ્રેસ નાં સક્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને વોર્ડ સમિતિ થી લઈને શહેર સમિતિ સુધીનાં નવા માળખામાં એમને સ્થાન આપવામાં આવ છે. ભૌગોલિક રીતે કોર્પોરેશનનાં વોર્ડ વિસ્તારો કે જે એક લાખ કે એક લાખ કરતાં વધુ મતદાતા ધરાવે છે અને ભૌગોલિક રીતે પણ જે વોર્ડ વિસ્તાર મોટા હોય ત્યાં પણ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી વોર્ડ સંગઠનમાં ભાગ – ૧ અને ભાગ – ૨ એમ બે ભાગ કરી એ પ્રમાણે વોર્ડ માં વિભાગ વાઈઝ બે પ્રમુખ બનાવવામાં આવશે.અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભાનાં પ્રભારીશ્રીઓની નિયુક્તિ થઈ ચુકી છે. અને પ્રભારીશ્રીઓએ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ વાઈઝ સંગઠનની કામગીરી પણ ચાલુ કરેલ છે.