ફૂડકોર્ટના બાકીદારો સામે પગલાં ભરવામાં ફરી એકવાર તંત્રે પીછેહઠ કરી હોય તેમ જોવાં મળ્યું છે. અગાઉ વાયબ્રન્ટ અને 26મી જાન્યુઆરીના કારણે પોલિસ પ્રોટેક્શન તંત્રને ફાળવવામાં આવ્યું ન હતું, પંરતુ ગત સપ્તાહે જ્યારે પોલિસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું ત્યારે યોજના વિભાગને અનુકૂળતા ના હોવાથી રેડ પાડવાનું માંડી વાળ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી કરીને વિધાનસભાના સત્રની પૂર્ણાહૂતી બાદ રેડ કરવાની કામગીરી હાથ ધરાશે.
રોજની લાખો રૂપિયાની આવાક રળતાં ફૂડકોર્ટના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી બાકી ભાડુ ના ભરીને પોતાની મનમાની ચલાવતાં હોય તેમ જોવાં મળ્યું છે. યોજના વિભાગ બાકીદારોને અંતિમ તકની નોટીસ પણ આપી ચૂક્યું છે. પરંતુ રેડ પાડીને સીલ કરવા જેવાં સખ્તીના પગલાં ભરવાની કામગીરી છેલ્લા કેટલાંક સમયથી લેવાની વાતો તંત્રના ચોપડે જ રહી ગઈ હોય તેમ જોવાં મળી રહ્યું છે.
25થી વધારે બાકી ભાડૂઆતોની અંદાજીત 80 લાખથી
વધુની રકમ વસૂલવા માટે દુકાનોને સીલ મારવાની તૈયારી
કરી દીધી હોવાનું છેલ્લા 1 માસ કરતાં પણ વધારે સમયથી
જાહેર કરાયું છે, પરંતુ તેની અમલવારી કરવામાં તંત્ર આગળ
વધતું નથી, આર્થિક ઉપાર્જનના હેતુસર સરકાર દ્વારા ઘ 5
સર્કલ પાસે ફૂડકોર્ટનું નિર્માણ કરીને વેપારીઓને ભાડાપેટે
દુકાનો ફાળવાઇ છે.