ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા, રોડ ઉપર બાટલા ચઢાવવા પડયા

Spread the love

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કેસનો વીડિયો પણ સામે આવ્યો છે. હોસ્પિટલની બહાર રસ્તા પર ઘણા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જોવા મળે છે. ઝાડ પર દોરડા બાંધીને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે બની હતી. સોમથાણા ગામમાં ‘હરિનામ’ નામનો સાપ્તાહિક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

સોમથાણા અને ખાપરખેડ ગામમાંથી આશરે 500 ભક્ત મંગળવારે રાત્રે 10 વાગ્યે મંદિરમાં પ્રસાદ લેવા માટે આવ્યા હતા. પ્રસાદ ખાધા પછી તેમને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ થઈ. બીમાર લોકોને બીબી ગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બેડની અછતને કારણે મોટા ભાગના દર્દીઓને હોસ્પિટલની બહારના રસ્તા પર સારવાર લેવી પડી હતી. ઝાડ પર દોરડા બાંધીને બાટલા ચડાવવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું હતું કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટા ભાગનાને બુધવારે રજા આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ ઈમર્જન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી સાધનો સાથે ડોકટરોની ટીમ તહેનાત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રસાદના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com