ડોમિનિકામાં ગુમ મહેસાણાના 9 લોકોને શોધવા માટે હાઈકોર્ટના વકીલો ફ્રાન્સ જશે

Spread the love

ગેરકાયદે રીતે એજન્ટો મારફતે પૈસા ખવડાવીને વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે. એમાંય ગુજરાતીઓમાં અમેરિકા જવાની હોડ લાગી છે. ગમે તેટલાં પૈસા ખવડાવવા પડે તો પણ એજન્ટોને પૈસા આપીને લોકો ગેરકાયદે રીતે અમેરિકા પહોંચતા હોય છે. આવી જ રીતે ગુજરાતના મહેસાણા જિલ્લાથી લાંબા સમય પહેલાં 9 લોકો રવાના થયા હતા. જોકે, હજુ સુધી તેમની કોઈ ભાળ મળી શકી નથી. ફ્રાન્સથી દૂર અલગ ટાપુ પર ડિટેન્શન સેન્ટરમાં રખાયા હોવાની પરિવારને આશંકા છે.

આ મામલો કોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે આ કેસમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે, જ્યારે કોઈ અસીલને શોધવા માટે વકીલો વિદેશ જશે. જેમને વિદેશ મંત્રાલય અને બે દેશના રાજદૂતો નથી શોધી શક્યા એમને શોધવા હવે વકીલો વિદેશ જશે. ડોમિનિકામાં ગુમ મહેસાણાના 9 લોકોને શોધવા માટે હાઈકોર્ટના વકીલો ફ્રાન્સ જશે. ભારત સરકારના વિદેશ મંત્રાલય અને બે દેશાના રાજદૂતને પણ અત્યાર સુધી મહેસાણાથી વિદેશ જવા નીકળેલાં 9 લોકોની કોઈ ભાળ મળી નથી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અસીલને શોધવા વકીલ અન્ય દેશમાં જાય તેવો કિસ્સો બનશે. મહેસાણાના 9 લોકો ડોમિનિકાથી ગુમ થતાં તેમના પરિવારજનોએ તેમને શોધવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમા ભારત સરકારના કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને બે દેશના રાજદૂતો પાસેથી તેમને પત્તો મેળવવાના પ્રયત્ન થયા પછી પણ કોઈ ભાળ નહીં મળતા છેવટે હાઈકોર્ટના વકીલો તેમને શોધવા ફ્રાન્સ પાસેના કેરેબિયન ટાપુ પર જશે તેવો આદેશ કોર્ટ દ્વારા કરાયો છે. પરિવારજનોએ ફ્રાન્સના ખ્યાતનામ બે વકીલોને આ કેસ સોંપ્યો છે. ગેરકાયદે રીતે ગયેલા લોકો ફ્રાન્સની સરહદમાં પરંતુ ફ્રાન્સથી દૂર અલગ ટાપુ પર ડિટેન્શન સેન્ટરમાં હોવાની શંકા હોવાથી પરિવારજનો તેના માટે વિઝા લેવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ગુમ થયેલા પરિવારજનો કેરેબિયન ટાપુ પરથી અમેરિકા જવાના હોવાની વાતને સમર્થન મળ્યું હોવાથી હાઇકોર્ટે વિઝા માટે મદદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

ફ્રાન્સ સરકારે એવો જવાબ આપ્યો હતો કે, કોઈપણ ભારતીય નાગરિક ટાપુ પર હોવાની માહિતી નથી. પરિવારજનોએ એવી રજુઆત કરી હતી કે એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરુંતુ હજુ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ભારત સરકારે કરેલાં પ્રયત્નોમાં કોઈ પગેરું મેળવી શકાયું નથી. તેથી 3 એડવોક્ટ અને સંબંધીઓ કેરેબિયન ટાપુ પર જવાના ખાસ જુદી કેટેગરીના વિઝા મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. વિઝા મળ્યા પછી તેઓ પેરિસના એડવોકેટ સાથે મળીને તેમને શોધવા માટે ફ્રાન્સ સરકાર અને કોર્ટની મદદ લેશે. મહેસાણાના 9 લોકો કેરેબેથિન ટાપુ પર ફરવા ગયા હતા,પરંતુ ગત ફેબ્રુઆરીમાં તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. છેલ્લી વાત મુજબ તેઓ ખાનગી બોટમાં માર્ટીન ટાપુ પર જતા હતા. અરજદારે રજૂઆત કરી હતી કે તેઓ કેરેબિયન ટાપુ પરથી ગેરકાયદે અમેરિકા ફરવા જવાના હતા. ખંડપીઠે અરજદારને સવાલ કર્યો હતો કે, , જો ગેરકાયદે ઘૂસણખોરીમાં પકડાયા હોય તો તે દેશના કાયદા મુજબ તેમને સજા પણ થઈ શકે છે. ફ્રાન્સના સરકારી વિભાગે કેન્દ્રસરકારને આપેલા જવાબમાં એવી રજુઆત કરી છે કે જે ટાપુ પર ગુમ થયેલા લોકો જવાના હતા તે ટાપુ પર જવાના કેટલાક નિયમો છે કે અને તેના માટે અલગથી મંજૂરી લેવાની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com