ભારતમાં લગ્નને માણસના જીવનનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે. અહી છોકરા અને છોકરી બંનેના લગ્નની એક નિર્ધારિત ઉંમર નક્કી કરેલી છે. જો આ ઉંમર બાદ તેમના લગ્ન થતાં નથી તો, પરિવારની સાથે સાથે સંબંધિઓ પણ મેણા ટોણા મારતા હોય છે. આવા જ મેણા ટોણાથી કંટાળીને મધ્ય પ્રદેશના દમોહના રહેવાસી ત્રીસ વર્ષનો એક રિક્ષાવાળો યુવક છે.ત્રીસની ઉંમરમાં જ્યારે દીપેન્દ્ર રાઠોડ નામના આ શખ્સના લગ્ન ન થયા તો, તેણે એક અનોખો આઈડીયા અપનાવ્યો.
દીપેન્દ્રએ જણાવ્યું કે, તેના ઘરવાળાએ કેટલીય જગ્યાએ લગ્નની વાત ચલાવી. પણ દરેક જગ્યાએ કોઈને કોઈ કારણસર લગ્ન તૂટી જતા હતા. લોકો તેને મેણાટોણા મારતા હતા. તેથી તેણે એક અનોખો રસ્તો અપનાવ્યો. દીપેન્દ્ર ઈ રિક્ષા ચલાવે છે. તેથી તેણે પોતાની રિક્ષા પાછળ પોતાના લગ્નનો બાયોડેટા લગાવી દીધો છે.
દીપેન્દ્રએ પોતાની રિક્ષા પાછળ એક પોસ્ટર લગાવ્યું છે તેમાં દીપેન્દ્રની તસ્વીરથી લઈને તેના વિશેની તમામ જાણકારી આપેલી છે. જેમાં તેની ઉંમર, વ્યવસાય અને લાઈફ પાર્ટનરને લઈને તેની શું અપેક્ષાઓ છે, આ બધું જ અંદર જણાવેલું છે. દીપેન્દ્રની આ તસ્વીર જેવી સોશિયલ મીડિયા પર આવી કે વાયરલ થઈ ગઈ. દીપેન્દ્રએ એકદમ સિંપલ પણ રોચક રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
કહેવાય છે કે, જેવું દીપેન્દ્રએ લગ્નને લઈને આવી જાહેરાત કરી કે તેની પાસે લગ્ન માટે લાઈનો લાગી ગઈ. કેટલીય છોકરીઓની વાત દીપેન્દ્ર પાસે લગ્ન માટે આવી ગઈ. લોકોને દીપેન્દ્રની આ રીત ખૂબ જ પસંદ આવી. કામના ચક્કરમાં દીપેન્દ્ર પાસે એટલો સમય નથી હોતો કે તે દરેક જગ્યાએ જઈને પોતાના લગ્નની વાત કરી શકે. તેથી આ આઈડીયાના કારણે દીપેન્દ્રનું કામ થઈ ગયું. કેટલીય છોકરીઓ સાથે દીપેન્દ્રના લગ્નની વાત ચાલી રહી છે.