ટેક્ષટાઇલ પાર્ક વિશે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પોતે અહિં આવી 2007 થી વાયદાઓ કરે છે પણ કોઇ ટેક્ષટાઇલ પાર્ક બન્યુ નહી પણ જ્યારે કેન્દ્ર સરકાર માં દરખાસ્ત મોકલવાની આવી ત્યારે ગુજરાત સરકારે સુરેન્દ્રનગરની દરખાસ્ત મોકલીજ નહી
આગામી લોકસભામાં સુરેન્દ્રનગરના લોકોએ પરીવર્તનની શરૂઆત કરવી પડશે
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રીના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહીલ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાથે નાનપણ નો સબંધ છે તેઓ સુરેન્દ્રનગર માં એન ટીએમ હાઇસ્કુલ માં ભણેલા છે ભોગાવોનું પાણી પણ પીધેલુ છે અને ભોગાવોની રેતી માં રમેલા પણ છે તેમણે આ જીલ્લા સાથે જુનો સબંધ છે એટલે જ્યારે તેઓ નર્મદાવિભાગ ના મંત્રી હતા ત્યારે આ જીલ્લા ની પાણીની સમસ્યા પર વિશેષ મહેનત કરેલી એ સમયે જેટલો કમાંડ એરીયા નક્કી કરેલો તેનુ કામ આજ સુધી આ સરકારે પુરુ કર્યુ નથી આ વિસ્તાર એ મુખ્ય ખેતી આધારીત વિસ્તાર છે તેના માટે સીંચાઈ નું પાણી ખુબ જરૂરી છે એ સમયે કેનાલની ડીઝાઇન એવી બનાવેલી કે 30 વર્ષ સુધી તેને કશુ થાય નહી પણ ભાજપ શાસનમાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાના સમાચાર આવે છે અને સરકાર એવા બહાના કાઢે છે કે ઉંદર ના કારણે ગાબડા પડ્યા સાચુ હશે પણ આ ઉંદર ચાર પગ વાળા નહી બે પગ વાળા કમળ નો ખેસ પેહરનારા છે
ટેક્ષટાઇલ પાર્ક વિશે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પોતે અહિં આવી 2007 થી વાયદાઓ કરે છે પણ કોઇ ટેક્ષટાઇલ પાર્ક બન્યુ નહી પણ જ્યારે કેન્દ્ર સરકાર માં દરખાસ્ત મોકલવાની આવી ત્યારે ગુજરાત સરકારે સુરેન્દ્રનગરની દરખાસ્ત મોકલીજ નહી, દેશ આઝાદ થયો ત્યારે દેશમાં એક સોય પણ બની શક્તી નહોતી એના બદલે કોંગ્રેસ સરકારોએ સોયથી લઈ સેટેલાઈટ, તોપો બનાવાના કારખાના આ દેશ ને આપ્યા. આઇ.આઇ. એમ., આઇ.આઇ.ટી., જેવી શિક્ષણ સંસ્થાઓ આપી, આ સરકાર પ્રાથમીક શાળા માં ઓરડા પુરા પાડી શક્તી નથી કોંગ્રેસ ની સરકારોએ મોટા માટા ડેમ બનાવ્યા જ્યારે ભાજપની સરકારે બોરીબંધો બનાવ્યા સીમેંટની થેલીમાં રેતીભરી નાળા રોકી ફોટાપાડી આ બોરીઓ પાછી ટ્રેક્ટરમાં ભરી બીજા નાળા પર ગોઠવી ફોટા પાડી અને બીલો બનાવી બનાવી ને રૂપીયા ખાવાનું કામ કર્યુ.
આદેશમાં જરૂર પુરતુ અનાજ પેદા થતુ નહોતુ અમેરીકાથી લાલ ઘઉં મંગાવામાં આવતા જે ત્યાંના જાનવરો માટે ઉગાડવામાં આવતા હતા તે ખાવાની ફરજ પડતી હતી. કોંગ્રેસ સરકારે હરીત ક્રાંતી કરી, દુધ ની શ્વેત ક્રાંતી કરી અને દેશ ને દરેક ક્ષેત્રમાં વૈશ્વીક કક્ષાએ પહોચાડવાનું કામ કર્યુ. સુરેન્દ્રનગર જીલ્લાના અગરીયાઓ ની હાલત વિશે ચીંતા કરવાની જરૂર છે દુનીયા આખીને જે મીઠુ પુરુ પાડે છે, તેના જીવન માં મીઠાસ લાવવા માટે આપણે લડવુ પડશે કારણ કે આ સરકારે તેમનું જીવવુ મુશ્કેલ કરી નાખ્યુ છે મીંઠુ પાકવાના સમયે પાણી ઘુસી જાય છે અને વડતર પણ કશુ અપાતુ નથી
આગામી લોકસભા માં સુરેન્દ્રનગરના લોકો એ પરીવર્તનની શરૂઆત કરવી પડશે આપણે બતાવી દેવુ પડશે કે લોકોને મુરખ સમજવાનું બંધ કરે ડૉ. મનમોહનસિંઘજીની સરકારે કપાસનો સૌથી વધુ ભાવ આપેલો તેના 10-11 વર્ષ પછી પણ કપાસ નો ભાવ ત્યાંનો ત્યા છે કપાસ ની ખેતી પર આધારીત આ જીલ્લા ના ખેડુતો એ જાગવુ પડશે અને પ્રશ્ન કરવો પડશે કે 2022 માં ખેડુત ની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો તેનું શું થયું ? આવક બમણી તો જવા દો અડધી થઇ ગઇ છે ખેડુતો ને મુરખ સમજે છે આ સરકાર માત્ર થોડીક ડુંગળી ની નીકાસ ની મંજુરી આપી ડુંગળી પકવતા બધા ખેડુતો ને સમજાવવા નીકડ્યા છે
ખેડુત હોય સ્ત્રીઓ બાળકો હોય આરોગ્ય હોય બધા તબક્કે નિષ્ફળ નીવડેલી સરકાર પોતાની નીષ્ફળતાઓ ઢાંકવા કરોડો રૂપીયા જાહેરાતો માં ખર્ચે છે માટે સમય આવી ગયો છે કે આપણે આપણો અવાજ બુલંદ કરીએ અને આ લોકસભામાં કોંગ્રેસને વિજય બનાવીયે જીલ્લાના લોકો ને કેવો અન્યાય સહન કરવો પડે છે કઇ રીતે તંત્ર એ અસંવેદનશીલ બનતુ જાય છે, યુવાન અને સક્રિય, શ્રી નૌષાદ સોલંકી વિધાનસભામાં હોય કે, કલેક્ટર કચેરીમાં તે લોકોનો અવાજ મુકવામાં સક્ષમ છે તે સૌ વાકેફ છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રીના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શિક્ષણ દિવસે દિવસે મોંઘુ થતું જાય છે, આરોગ્ય સેવા કથળી ગઈ છે, કાયદો વ્યવસ્થા સ્થિતિ નાજુક છે. યુવાનોને રોજગાર મેળવવા ફાંફા પડી રહ્યા છે. દવા અને ડ્રગ્સના કારણે રાજ્યના યુવાનોની જીંદગી બરબાદ થઈ રહી છે. ભ્રષ્ટાચારે માજા મુકી છે. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ થી રાજ્યના લાખો યુવાનો નિરાશા હતાશા સાથે આક્રોશ અનુભવી રહ્યાં છે. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. ભાજપ સરકાર બરબાદ થઈ રહી છે. સુરેન્દ્રનગરની જનતાને પડતી મુશ્કેલી માટે વાચા આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબધ્ધ છે.
એ.આઈ.સી.સી.ના મંત્રી અને સૌરાષ્ટ્ર વિભાગના સંગઠન પ્રભારીશ્રી બી.એમ. સંદીપજી અને સેવાદળના રાષ્ટ્રિય ચેરમેનશ્રી લાલજીભાઇ દેસાઇ એ પ્રાસંગીક ઉદબોધન કરીને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રા અને ન્યાય યાત્રા થી આમૂલ પરિવર્તન દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના વિચારો લોકોના હૃદય સાથે જોડાયેલા છે નાના માણસ નો અવાજ એ કોંગ્રેસ છે નવ નીયુક્ત પ્રમુખને સાથ સહકાર આપીને ખભેખભા મીલાવીને સંગઠનને મજબુત કરી સુરેન્દ્રનગર જીલ્લાના અને સમગ્ર ગુજરાતના નાગરિકોને ન્યાય માટે લડત લડવાની છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદ સોલંકીએ જુસ્સાભેર સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને દેશ બચાવવા – સંવિધાન બચાવવા માટે લડવાનું છે. ભાજપ સરકારમાં જનતાનો અવાજ સાંભળવામાં આવતો નથી ત્યારે આપણે સૌ સાથે મળીને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા માટે કામ કરીએ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના નવનીયુક્ત પ્રમુખ નૌશાદ સોલંકી નો પદ્દ ગ્રહણ સમારંભ પ્રસંગે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, સંગઠન પ્રભારી ડૉ. દિનેશભાઈ પરમાર, ગુજરાત કોગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખશ્રી ભલજીભાઇ સોલંકી, ચોટીલાના પુર્વધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી રૂત્વીજભાઇ મકવાણા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, શ્રી કાંતિભાઈ ટમાલીયા, શ્રી હરેશભાઈ પાટડીયા, પ્રદેશ અગ્રણીશ્રી મહેશભાઈ રાજપુત અને વિવિધ હોદેદેદારો, પૂર્વ પ્રમુખો અને વિવિધ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર જીલ્લાના સંગઠન માટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મોટી વીડીયો સ્ક્રીન પર ઝાલાવાડ તરીકે જાણીતા સુરેન્દ્રનગર જીલ્લા ની રાજકીય ભોગોલીક અને સામાજીક અને સાંસ્કૃતીક માહીતી દર્શાવતો વિડીયો બતાવવા આવ્યો પછી ઝાલાવાડી રાસ મંડળી દ્વારા રાસનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું. સુરેદ્રનગર ક્ષત્રીય સમાજ સંચાલીત દરબાર બોર્ડીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યુ ઢોલ નગારા સાથે સમાજ ના બુધ્ધીજીવીઓ, કરણીસેના, શક્તિમંદિરના ટ્રસ્ટીગણ, વિવિધ તાલુકામાંથી સમાજના વિવિધ સંસ્થાઓના હોદેદારો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ. શ્રી શક્તિસિંહ ગોહિલે વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇ સમાજની પ્રગતિ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પુરુ પાડયુ હતું. ક્ષત્રીય અને ક્ષાત્રત્વ નો ખરો અર્થ સમજાવતા કહ્યુ કે રક્ષતે ઇતી ક્ષત્રીય એટલે કે જે રક્ષા કરે તેજ સાચો ક્ષત્રીય આજે સમાજ ના દબાયેલા કચડાયેલા લોકો ની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે તે પ્રસંગે સંસ્થાના ના પ્રમુખ પ્રધ્યુમનસિંહએ શક્તિસિંહની સર્વ સમાજ પ્રત્યેની નીષ્ઠા અને તેમની ઉપલબ્ધીઓ વિશે સુંદર વિગતો રજુ કરી હતી. તેમની સાદગી સરળતા ઉડીને આંખે વળગે તેવી છે.શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમની સાંસદ ગ્રાંટ માંથી રૂપીયા 15 લાખ શૈક્ષણીક સંસ્થાના વિકાસ માટે માતબર ગ્રાન્ટ ફાળવી જેને સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભગીરથસિંહ ઝાલા એ શ્રી શક્તિસિંહજીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.