૧૦૨ જેટલી બાલિકાઓને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બેગ વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી દ્વારા કિશોરી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં ડિસ્ટ્રિક હબ ફોર અમ્પાવર્મેન્ટ ઓફ વિમેનનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આ તકે જેન્ડર સ્પેશ્યાલિસ્ટ અશ્વિન પંચાલ દ્વારા આરોગ્ય અને પોષણ વિશે તેમજ માસિક સ્વાસ્થ વિષે માહિતગાર કર્યા હતા. સાથે સાથે દીકરા–દીકરી સમાજીક ભેદભાવ અને જેન્ડર વિષે માહિતગાર કર્યા હતા. જેમાં મહિલાઓની ઉચ્ચ કક્ષાએ ભાગીદારી, મહિલાલક્ષી ચાલતી વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સખી વન સ્ટોપના કેન્દ્ર સંચાલક માધુરીબેન રાવલ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૧૮૧, ગુડટચ ,બેડટચ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે ઉદાહરણ સહિત મહિલાઓની તકલીફ અને સમસ્યાઓ અને નિવારણ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦૨ જેટલી બાલિકાઓને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.