ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે HCP Design Eng. દ્વારા ગાંધીનગરના તમામ સેકટરને આઇડલ સેકટર બનાવવા માટેની બેઠક યોજાઈ. જેમાં કંપનીના બિમલભાઈ પટેલે સેકટર-30 નું ડ્રાફ્ટ માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન રજુ કર્યું.
આ બેઠકમાં મેયર હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ગાંધીનગરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સોશિયલ, એજ્યુકેશન, હેલ્થકેર જેવા મુદ્દે સૂચનો કર્યા.
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલે સૂચનો કર્યા હતા કે શહેરમાં પાણી ગટરની નવી લાઇન નાખવામાં આવી છે, ત્યારે આ નેટવર્કમાં ખલેલ ઊભી ન થાય તે મુજબનું આયોજન કરવું અનિવાર્ય છે. આ સેક્ટરમાં જાળવણીના ખર્ચના અનુલક્ષીને પણ સેક્ટરમાં નવી આવકના સ્ત્રોત ઊભા કરવા માટે જણાવ્યું હતું. જ્યારે અન્ય કોર્પોરેટરને સહિત આગેવાનના સૂચનો પણ આ કામગીરીમાં લેવામાં આવશે આ ડ્રાફ્ટ ડિઝાઇન અંતે સેક્ટરમાં પાંચ માળ સુધીના બાંધકામની મંજૂરી માટે પણ સૂચન કરવામાં આવેલ છે. આ સેકટરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્કિંગ મામલે પણ યોગ્ય આયોજન થાય તે માટેના પ્લાન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલ, મ્યુ. કમિશનર જે.એન.વાઘેલા, ડે. કમિશનર ભોરણિયા, સીટી એન્જીનીયર ભરતભાઈ પંડ્યા, ટાઉન પ્લાનરશ્રી આર. એમ. પટેલ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.