જીએસટી ચોરી પકડવા માટે યુપી રાજય કર વિભાગનાં અધિકારીઓએ AI ની મદદ લીધી અને રૂા.19.66 કરોડની જીએસટી ચોરી પકડાઈ

Spread the love

એઆઈ (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્ટ) આજે માણસને દરેક ક્ષેત્રમાં ઉપયોગ થઈ રહ્યું છે. જેમાં એઆઈની મદદથી રૂા.19.66 કરોડની જીએસટી ચોરી પકડાઈ હતી. જીએસટી ચોરી પકડવા માટે યુપી રાજય કર વિભાગનાં અધિકારીઓ લાગી ગયા છે. આ કામમાં તેઓ એઆઈની મદદ લઈ રહ્યા છે. ગાઝીયાબાદમાં એઆઈની મદદથી ઉતર પ્રદેશની અત્યાર સુધીની સૌથી મોટી જીએસટી ચોરી પકડાઈ છે.

એક ફર્મે બોગસ રીતે એક જ નાણાંકીય વર્ષમાં વિભાગ પાસેથી 19 કરોડ 66 લાખ રૂપિયાની ઈનપુટ ટેકસ ક્રેડીટ લઈ લીધી હતી ત્યારબાદ જયારે ફર્મે રિટર્ન દાખલ કરવુ શરૂ કર્યુ તો સીસ્ટમમાં લાગેલા એઆઈએ તેનું એનાલીસીસ કર્યુ જેનાંથી ખબર પડી કે ફર્મ દ્વારા જે પણ આઈટીસી કલેમ કરવામાં આવ્યો હતો તે પુરી રીતે બોગસ હતો.બાદમાં વિભાગનાં અધિકારીઓએ ફર્મનાં માલીક પર સકંજો કસ્યો તો તેણે રૂા.19.66 કરોડ વિભાગમાં જમા કરાવી દીધા તેમાં એક કરોડ રૂપિયા કેશ અને બાકીનાં રૂપિયા તેના બેન્ક ખાતાથી લેવામાં આવ્યા.

દર મહિને વેપારીઓ અને ફર્મો દ્વારા જે રિટર્ન દાખલ કરવામાં આવે છે તેનાં માટે જાહેર ઈ-વે બિલની રાજય કર વિભાગ એઆઈ યુકત સીસ્ટમથી સ્ક્રુટીની કરે છે.કોર્પોરેટ સર્કલનાં જોઈન્ટ કમિશ્નર દીપરતનસિંહના નિર્દેશ પર ઈન્દીરાપુરમમાં પેઈન્ટ વેચાણવાળી ફર્મોની તપાસ શરૂ કરાઈ હતી.

જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે એક ફર્મ દ્વારા આ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલી ખરીદ પર પ્રાપ્ત આઈટીસીની સાપેક્ષ માસિક રિટર્ન જીએસટીઆર-3 બી માં આઈજીએસટીમાં લગભગ 20 કરોડથી વધુ આઈટીસી કલેમ કરાઈ હતી તેને એઆઈની મદદથી પકડી પાડવામાં આવી હતી. ત્યારબાદ ઓફીસરોએ ખુદ તપાસ કરી. આ મામલે સંબંધીત ફર્મને નોટીસ જાહેર કરી વસુલી કરાઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સીસ્ટમમાં લાગેલ એઆઈની દરેક ગતિવિધી પર નજર રાખે છે. તેમાં ટેકસ કમ્પ્લાયન્સ પર વોચ રાખવી, રિટર્ન દાખલ ન કરનારની ઓળખ કરવી, સંભવિત ટેકસ ચોરીની ગતિવિધીઓની ઓળખ કરવી, અયોગ્ય ઈનપુટ ટેકસ ક્રેડીટ (આઈટીસી) દાવાની ઓળખ કરવી વગેરે એઆઈમાં સામેલ છે.

અધિકારીઓ જણાવે છે કે નવા વેપારીઓ દ્વારા ઈ-વે બિલ ડાઉદલોડ કરવામાં આવેલ હોય કે રિટર્નમાં વિસંગતિ હોય, ટેકસ જમા ન કરાઈ રહ્યા હોય કે ખોટી રીતે આઈટીસીનો અનુચિત લાભ લેવાઈ રહ્યો હોય તો આવા વેપારી બાબતે એઆઈ પોર્ટલ પર રેડ ફલેગ જોવા મળે છે. બાદમાં વિભાગનાં અધિકારીઓ દ્વારા આવા વેપારીઓની તપાસ શરૂ કરવામાં આવે છે અને તપાસ બાદ નોટીસ મોકલવામાં આવે છે.

દિનેશકુમાર મિત્રા (અપર કમિશ્નર ગ્રેડ-1 રાજય કર વિભાગ) જણાવે છે કે એઆઈની મદદથી અત્યાર સુધીની સૌથી મોટી જીએસટી ચોરી પકડાઈ છે. વિભાગનાં અધિકારીઓએ એઆઈની એનાલીસીસ બાદ ખુદે પણ તપાસ કરી તો મામલો સાચો નીકળ્યો. ત્યારબાદ ફર્મને નોટીસ દઈને આઈટીસી તરીકે 19.66 કરોડ રૂપિયા જમા કરાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com