રિવાબા જાડેજા છેલ્લા એક વર્ષથી ખુબ ચર્ચામાં રહે છે. તેવામાં લોકસભા બેઠક માટે ફરી એકવાર પૂનમબેન માડમનું નામ જાહેર થતાં જ રિવાબાના તેવર બદલાયેલા રહ્યા. અને બા બેનને ગળે જોવા મળ્યા. ત્યારે એક વર્ષ પહેલાની તીખી તકરાર બાદ કેવું સુખદ મિલિન થયું છે.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. જેમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તનમાન સાંસદ પૂનમબેન માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત બાદ કાર્યકરો દ્વારા ફટાકડો ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી વચ્ચે એક તસવીરે સૌકોઈનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. અને તે તસવીર હતી બા-બહેનનું મિલન. કારણ કે, કાર્યકરોની સાથે-સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા પણ પુનમબેન માડમને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા. અને આ દરમિયાન બા અને બહેનની મુલાકાતનો રમૂજી અંદાજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. મહત્વનું છે કે, આ પહેલા ગત વર્ષે મેરી મીટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી, જેનો વીડિયો સામે આવ્યો હતો.
જોકે હાલનો વીડિયો સામે આવ્યા બાદ એવું લાગે છે કે, જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધી ગયાં છે.. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા.