2014 પહેલા ભારત દેશ ભ્રષ્ટાચારથી ખદબદતો હતો : અજય મિશ્રા
અમદાવાદ
આજરોજ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ભાટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. યુવાઓને સંબોધતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ જણાવ્યું કે ભારત દેશ ભ્રષ્ટાચારથી ખદબદતો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં સત્તાના સુકાન સંભાળીને આજે દેશને વૈશ્વિક સ્તરનું અને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધું છે. મિશ્રાજીએ આઝાદી પછીના સમયથી અત્યાર સુધીના ઇતિહાસને યુવાઓ સમક્ષ વર્ણવ્યો. મિશ્રાજીએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને આ યુવા તાકાત આપણને વિશ્વ ગુરૂની સફર તરફ ચોક્કસ લઇ જશે.
અમદાવાદના પૂર્વ લોકસભાના સાંસદ એચ. એસ. પટેલે પ્રસઁગોચિત સંબોધન કર્યું. આજના આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ લોકસભાના પ્રભારી નૈલેશભાઈ શાહ, સંયોજક બાબુભાઇ ઝડફિયા, મહાનગરના મહામંત્રી પરેશ ભાઈ લાખાણી, મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા મોરચાના મહામંત્રી મયુર પટેલે કર્યું.