આજે ભાજપની તાનાશાહી સામે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી લડી રહ્યા છે,રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું : ઈસુદાન ગઢવી

Spread the love

 

 

જો ભાજપ ફરીથી 2024માં સત્તામાં આવશે, તો તેઓ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખશે:ભાજપે તાનાશાહીની હદો વટાવી દીધી છે: રાહુલ ગાંધીનું ધનુષ અને બાર આપીને સ્વાગત કરાયું :  ઈસુદાન ગઢવી

*આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથમાં પંચર પાડવાનું કામ કરશે:ભાજપના લોકો ચાર લાખ વોટ સાથે જીતવા માંગે છે કારણ કે તેઓ ગુજરાતની જનતાને ત્રાસ આપવામાં માંગે છે, ગુજરાતની જનતા પર તાનાશાહી કરવા માંગે છે:દેશમાં ભાજપની તાનાશાહી વધી ગઈ છે, માટે આજે ભગવાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક કર્યા છે:જ્યાંથી પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ઊભા છે, ત્યાં તન મન ધનથી એકબીજાની મદદ કરવી અને ચૂંટણી જીતાડવાની કોશિશ કરવી: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડે ન્યાય યાત્રા ચાલી રહી છે. આજે 7 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા , પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.રમેશ પટેલ, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલબેન વસરા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા, પ્રદેશ મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારીયા, પ્રદેશ સંગઠન મંત્રી મધ્ય ઝોન મુકેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં હાજર રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો ભાજપ ફરીથી 2024માં સત્તામાં આવી જશે, તો તેઓ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખશે. ભાજપે તાનાશાહીની હદો વટાવી દીધી છે. આજે તેઓ ઇડી, સીબીઆઇ અને ડરાવી ધમકાવીને કોઈપણ રીતે સત્તા ટકાવી રાખવા માંગે છે. આ વખતે હું પુરા વિશ્વાસ સાથે કહેવા માગું છું કે 26માંથી 26 લોકસભા સીટો ભાજપને નહીં મળે. આજે આ દેશમાં લોકશાહી બચાવવા માટે એક થઈને લડવું જરૂરી બની ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ભાજપની સરકાર છે પરંતુ તેમણે પેસા એક્ટ પણ લાગુ નથી કર્યો અને અનુસૂચિ પાંચ પણ લાગુ નથી કરી. આજે ભાજપની તાનાશાહી સામે અરવિંદ કેજરીવાલજી અને રાહુલ ગાંધીજી લડી રહ્યા છે. હું જનતાને અપીલ કરું છું કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુમાં વધુ સીટો અપાવો અને વિજય બનાવો.ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથમાં પંચર પાડવાનું કામ કરશે. ભાજપના લોકો ચાર-પાંચ લાખ વોટ સાથે જીતવા માંગે છે કારણ કે તેઓ ગુજરાતની જનતાને ત્રાસ આપવામાં માંગે છે, ગુજરાતની જનતા પર તાનાશાહી કરવા માંગે છે અને ગુજરાતની જનતાને લૂંટવા માંગે છે. હાલ સમગ્ર દેશમાં ભાજપની તાનાશાહી વધી ગઈ છે, માટે આજે ભગવાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક કર્યા છે. દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલી કોંગ્રેસ પાર્ટી અને રામલીલા મેદાનના આંદોલનથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી એટલી મજબૂત છે કે ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લે, પરંતુ આ બંને પાર્ટીને તોડી શકશે નહીં. આંદોલનથી આગળ આવેલા લોકોને ક્યારેય પણ જેલ કે ખોટા કેસોની બીક હોતી નથી. હું બંને પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે જ્યાંથી પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ઊભા છે, ત્યાં તન મન ધનથી એકબીજાની મદદ કરવી અને ચૂંટણી જીતાડવાની કોશિશ કરવી.

રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રાના આગમન પર ઝાલોદ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયાએ રાહુલ ગાંધીને સ્થાનિક આદિવાસી સમુદાય માટે સન્માનનીય ચિન્હ ગણાતા ધનુષ અને બાણ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગળ વધી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં આગળ વધ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રાને સ્થાનિક લોકો દ્વારા જબરદસ્ત સમર્થન મળ્યું હતું. આ યાત્રા ગુજરાતમાં જે જે સ્થળોથી પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે. આ યાત્રા દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, દલિત, આદિવાસી અને અન્ય પછાત સમાજના તથા સમાજના દરેક વર્ગના લોકોનો અવાજ ઉઠાવી રહી છે અને આ તમામ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર જ આવનારી ચૂંટણી લડવામાં આવશે અને જીતવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com