બધા દેશવાસીઓને આ મહત્વપૂર્ણ કદમ માટે હું અભિનંદન આપુ છું,આ કાર્યક્રમ દેશના નવ યુવાનોના સપના નો કાર્યક્રમ છે : મોદી
ટાટા જૂથની TEPLકંપની 91 હજાર કરોડનું રોકાણ કરી રહી છે
અમદાવાદ
દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું હતું. અમદાવાદના ધોલેરામાં સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવાશે.જેમાં ટાટા જૂથની TEPLકંપની 91 હજાર કરોડનું રોકાણ કરી રહી છે. TEPL એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર PSME સાથે મળીને ધોલેરામાં સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવશે.જેનું આજે ભૂમિજૂપજન થયું હતું.આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાવવાના છે. તો રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્ર-રાજ્યના પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. આજે ત્રણ સેમી કંડકટર પ્લાન્ટનું ઉદઘાટન થયું. આસામના મોરીર ગામમાં સેમિકન્ડક્ટર ફેસિલિટી સ્થાપિત થશે. બધા દેશવાસીઓને આ મહત્વપૂર્ણ કદમ માટે હું અભિનંદન આપુ છું. આ વર્ચ્યુઅલમાં 30 લાખથી વધારે યુવા જોડાયા હતા. આ કાર્યક્રમ દેશના નવ યુવાનોના સપના નો કાર્યક્રમ છે. મારા યુવાનો, વિદ્યાર્થીઓ ભવિષ્યના સ્ટેક હોલ્ડર છે. ગ્લોબલ સપ્લાય ચેન માટે ચારે તરફ લોકો મજબૂત કામ કરી રહ્યા છે અને તે દેશનું ભવિષ્ય બદલી નાખશે.આ કાર્યક્રમ પૂરો થયા બાદ ધોલેરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ બ્રિફિંગ કર્યું.ગુજરાતને સેમિકન્ડકટર ક્ષેત્રનું હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધોલેરા ખાતે 91 હજાર કરોડ રુપિયાના ખર્ચે સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન થયું.જેના કારણે હવે ટાટા અને પાવર ચીપ તાઇવાનના કોલોબ્રેશનથી ગુજરાતના ધોલેરામાં દેશની સૌથી પહેલી સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે.આ સેમી કન્ડકટર ફેબમાં મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે.એક વેફરની અંદર લગભગ 5 હજાર જેટલી ચીપ હોય છે.આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે.