ગાંધીનગરમાં વર્ષ – 2021 દરમ્યાન 11 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ

Spread the love

ગાંધીનગરના ક – 7 સર્કલ નજીકથી વર્ષ – 2021 દરમ્યાન

11 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન તેમજ

જારકર્મ કરવાના ઇરાદે મળતિયાની મદદગારીથી અપહરણ

કરી રાજસ્થાનનાં જંગલોમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીને

તકસીરવાન ઠરાવી ગાંધીનગર પોકસો કોર્ટના બીજા

એડીશનલ સેસન્સ જજ એસ ડી મહેતાએ 20 વર્ષની સખત

કેદની સજા તેમજ 14 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો

છે.

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 11 વર્ષ 11 માસની સગીરા વર્ષ – 2021 દરમ્યાન ગુમ થઈ જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે તપાસ કરતાં ડુંગરપુર જિલ્લાના સજ્જનપુરા ફલા માલી, બીજોલા પોસ્ટ, નાદિયા ખાતે રહેતો પ્રકાશ લક્ષી કાળુ ખાંટ તેના મળતિયા જયદીપ નટવરલાલ નથુ ખાંટની સાથે બાઇક લઈને ગાંધીનગર આવ્યો હતો. બાદમાં તા. 4/9/2021 ની રાત્રે ક – 7 સર્કલ નજીક આવેલ શ્રીનંદ સોસાયટીથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.

ગાંધીનગરથી અપહરણ કરી પ્રકાશ પોતાના ગામ રાજસ્થાન

સજ્જનપુરા ગામની સીમના જંગલોમાં સગીરાને લઈ ગયો

હતો. જ્યાં સગીરાને ગોંધી રાખી પ્રકાશે સગીરાને લગ્નની

લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસે

પ્રકાશની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી જરૃરી આધાર

પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે કેસ

ગાંધીનગર પોકસો કોર્ટના બીજા એડી. સેશન્સ જજ એસ

ડી મહેતા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ

પંડ્યાએ દલીલ કરેલી કે, આરોપીએ ભોગ બનનાર નાની

વયની દીકરીને રાજસ્થાન ખાતે લઈ જઇ અવારનવાર શરીર

સંબંધ બાંધેલો. સમાજમાં આવા ગુનાઓ રોજબરોજ બનતાં

હોવાથી આવા ગુનાના આરોપીઓને સખતમાં સખ્ત સજા

કરવામાં આવે.

વધુમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ દલીલ કરેલી કે, આરોપીઓએ આવો ગંભીર પ્રકાર ગુનો આચર્યો છે. જેથી દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે તેમજ સમાજમાં દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પ્રકાશ ખાંટને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ 14 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર જયદીપ ખાંટને નિર્દોષ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com