કાલથી Paytm ની ઘણી બધી સેવાઓ બંધ… વાંચો શું ચાલુ રહેશે…

Spread the love

ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 માર્ચ પછી આ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરંતુ કેટલીક સેવાઓ છે જે 15 માર્ચ પછીથી પણ ચાલુ રહેશે, જેના વિશે જાણવું જરૂરી છે.

આ સર્વિસ 15 માર્ચ પછી બંધ થઈ જશે
– UPI અથવા IMPS દ્વારા પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા.

-ફાસ્ટેગ, ટોપ-અપ અથવા વૉલેટ સેવાઓ.

– અન્ય યુઝર્સ પાસેથી પણ નાણાં પ્રાપ્ત થશે નહીં.
– Paytm દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગ બેલેન્સને અન્ય ફાસ્ટેગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું શક્ય નહીં હોય.
– પગારની ચૂકવણી અથવા કોઈપણને ફંડની સીધી ટ્રાન્સફર કરવાની સેવા પણ બંધ કરવામાં આવશે.

આ સેવાઓ 15 માર્ચ પછી પણ ચાલુ રહેશે
– Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટનો ઉપયોગ મર્ચન્ટ પેમેન્ટ માટે કરી શકાય છે.
– ઉપાડ પર ગ્રાહકોને બાકીની રકમ તેમના Paytm એકાઉન્ટ અથવા વૉલેટમાંથી મળશે.
– પાર્ટનર બેંકો તરફથી મળેલા કેશબેક રિફંડ અને સ્વીપ-ઈનના લાભો ચાલુ રહેશે અને Paytm પેમેન્ટ બેંક ખાતામાંથી વ્યાજ પણ પ્રાપ્ત થશે.
– જ્યાં સુધી ખાતામાં બેલેન્સ હશે ત્યાં સુધી ગ્રાહકો Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
– ગ્રાહકો તેમના વોલેટ બંધ કરી શકશે. આ સાથે તેમને ખાતાની બેલેન્સ અન્ય બેંક ખાતામાં મોકલવાનો પણ અધિકાર હશે. પરંતુ તમે 15 માર્ચ પછી બેલેન્સ એડ કરી શકશો નહીં.

Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. 6 માર્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે પેટીએમ વોલેટનો ઉપયોગ કરતા લગભગ 80-85 ટકા ગ્રાહકો પર આ પગલાંની કોઈ અસર નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com