રાજ્યના ચેરીટી તંત્ર દ્વારા પ્રજાલક્ષી હિત માટે સુવિધાપુર્ણ મકાનો બનાવી ટ્રસ્ટીઓને શકય હોય તેટલી વધુમાં વધુ સારી સગવડો, સવલતો પુરી પાડી શકે તે માટે દરેક જિલ્લાઓમાં ચેરિટી ભવન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં બોટાદ અને ગીર સોમનાથ ખાતે ચેરીટી કમિશ્નરની કચેરીનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું છે તેમ સંયુકત ચેરિટી કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ગુજરાત સરકાર દ્વારા ૧૧ જિલ્લાઓમાં ચેરીટી ભવન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. જે અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ), બોટાદ, મોડાસા (અરવલ્લી), સુરેન્દ્રનગર, ભુજ, લુણાવાડા, હિંમતનગર, મોરબી ખાતે જાહેર ટ્રસ્ટોની નોંઘણી કચેરીનું નિર્માણ કરાશે. સંયુકત ચેરિટી કમિશનર તેમજ મદદનીશ ચેરિટી કમિશનરશ્રીની કચેરી, વડોદરા, રાજકોટ તેમજ સુરત માટે પણ ભવનો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ વધુમાં જણાવાયું છે.