બૂમાબૂમ અને ચીસાચીસ,..ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી, 39 જેટલાં ટૂ-વ્હીલર અને 3 રિક્ષા બળીને ખાક

Spread the love

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી. આગ લાગતાંની સાથે ફ્લેટના રહીશો જાગી ગયા હતા, બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી હતી. આગમાં 39 જેટલાં ટૂ-વ્હીલર અને 3 રિક્ષા બળીને ખાક થઈ ગયાં હતાં. આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા. ફાયરની ટીમને જાણ કરવામાં આવતાં 9 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ 200 જેટલા લોકોને સલામત ધાબેથી રેસ્ક્યુ કર્યા હતા.

મળતી માહિતી મુજબ, મોડીરાત્રે 3:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે ફતેવાડી વસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રોમેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે, જેથી ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ નવ જેટલી ફાયરબ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચા ગયા હતા. ફાયરબ્રિગેડ પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાર્કિંગમાં રહેલાં ટૂ-વ્હીલરો અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી.

આગ લાગવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લેટમાં નાનાં બાળકોથી લઈ વૃદ્ધો અને દર્દીઓ હતાં. આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને ધાબા ઉપર દોડી ગયા હતા. આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ હતો, જેથી લોકોને શાંત રહેવા કહ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા ઉપર પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઊંચકી ધાબા ઉપરથી સલામત નીચે લાવ્યા હતા. 10 લોકોને ફાયરબ્રિગેડની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે મેટ્રોમેન્શન ફ્લેટમાં આગ લાગી હતી. તમામ લોકોને સલામત ધાબા ઉપરથી ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યા હતા. આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 50 જેટલાં વાહનો પણ બચાવી લેવામાં આવ્યાં છે. પાર્કિંગમાં આગ લાગવા મામલે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મોડીરાત્રે કેટલાંક અસામાજિક તત્ત્વો પાર્કિંગમાં બેઠા હતાં, જેને ફ્લેટના રહીશોએ ત્યાંથી ભગાડ્યા હતા. જેથી અસામાજિક તત્ત્વો ધમકી આપીને ગયાં હતાં. પોલીસ અને એફએસએલની ટીમની આ મામલે મદદ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com