કોર્ટના આદેશો છતાં 11 વર્ષ પહેલાં ધરપકડ કરાયેલા ભારતીય નાગરિકને દેશનિકાલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ પાકિસ્તાનની એક અદાલતે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયની ટીકા કરી ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે સંબંધિત સચિવને તે સમજાવવા માટે બોલાવવામાં આવશે કે તેમનો વિભાગ આવા કેસોમાં કેમ કામ કરે છે?
સિંધ હાઈકોર્ટના જસ્ટિસ મોહમ્મદ કરીમ ખાન આગાની સિંગલ બેંચે શુક્રવારે ગૃહ મંત્રાલયને કેસના તથ્યોથી વાકેફ અધિકારીની નિમણૂક કરવા અથવા આગામી સુનાવણી દરમિયાન રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું,
મોબીના ટાઉન પોલીસ સ્ટેશને 2013માં અબુલ હસન ઈસ્પાહાની રોડ નજીક અબ્દુલ મુઘાની નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની સામે ફોરેનર્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો હતો. સેશન્સ કોર્ટે તેને 2017માં છ મહિનાની જેલની સજા ફટકારી હતી. આરોપીએ તેની સજા સામે સિંધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અપીલકર્તા ભારતીય નાગરિક છે, જ્યારે ગૃહ મંત્રાલય તેમના પ્રયત્નોના અભાવે તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી શકાયું નથી.
બેન્ચે જણાવ્યું હતું કે અપીલકર્તાએ તેની સજા ભોગવી હોવાથી જેલ અધિક્ષકને ગૃહ વિભાગ દ્વારા તેના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલીક પ્રક્રિયાગત સમસ્યાઓના કારણે તેમનો દેશનિકાલ થયો નથી.
જસ્ટિસ આગાએ તેમના આદેશમાં કહ્યું, “મને તે ખૂબ જ અસાધારણ લાગે છે કે સાત વર્ષ વીતી ગયા પછી પણ ગૃહ મંત્રાલય તેની પુષ્ટિ કરી શક્યું નથી કે અપીલ કરનાર ભારતીય નાગરિક છે કે નહીં.