ગુજરાતમાં એક તરફ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલનાં આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા 31 જેટલા જજોની વિવિધ ઠેકાણે બદલી કરવામાં આવી છે.
જેમાં અમદાવાદના ડિસ્ટ્રીક્ટ જજ અંબરીશકુમાર એલ.વ્યાસને ભૂજ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે, જામનગરના પ્રિન્સીપલ જજ એસ.કે.બક્ષીની પાલનપુર, રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી.વસાણીની સુરત, ભાવનગરના ડ્રિસ્ટ્રીક્ટ જજ એલ.એસ.પીરજાદાની સુરેન્દ્રનગર, ભૂજના પ્રિન્સીપલ જજ એચ.એસ.મુલ્યને ભાવનગર ડિસ્ટ્રીક્ટ જજ તરીકે, મોરબીના ડિસ્ટ્રીક્ટ જજ પિનાકીન જોશીની પોરબંદર, ભૂજના ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ બેનાબેન ચૌહાણને મહેસાણા ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
છોડા ઉદેપુરના દિલીપકુમાર પુરૂષોત્તમદાસ ગોહિલને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ પ્રિન્સીપલ જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ પ્રકારે કુલ 31 જજોની બદલીઓ કરવામાં આવી છે.