GCCIએ સિંગાપોર ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને EXCO ના સભ્ય બેંગકોંગ પી ની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળનુ સાથે મિટિંગનું આયોજન

Spread the love

2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા પાંચ ગણી વધારવા અને 2070 સુધીમાં નેટ- ઝીરો કાર્બન એમિશન હાંસલ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી વિઝન સાથે સંરેખિત કરીને નવીનીકરણીય અને સસ્ટેનેબલ એનર્જી પ્રત્યે ગુજરાતના સક્રિય વલણ પર ભાર મૂક્તા GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર

અમદાવાદ

આજે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ સિંગાપોર ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને EXCO ના સભ્ય શ્રી બેંગ કોંગ પી ની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળનુ સાથે મિટિંગ નું આયોજન કર્યું હતું. આ પ્રતિનિધિમંડળ દ્વારા ઇલેકિટ્રક વાહનો (EV) બજાર માટે’ દ્વિપક્ષીય સહકાર માટેના માર્ગો શોધવા માટે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી.GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે સ્વાગત પ્રવચનમાં ગુજરાતી લોકોની સહજ ઉદ્યોગસાહસિક ભાવના અને વેપાર અને ઉદ્યોગ ક્રિયા-પ્રતિક્રિયાઓને સરળ બનાવવા માટે નાગરિકો અને સરકાર બંનેની અડગ પ્રતિબદ્ધતા વિષે જણાવ્યું હતું. તેમણે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા પાંચ ગણી વધારવા અને 2070 સુધીમાં નેટ- ઝીરો કાર્બન એમિશન હાંસલ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી વિઝન સાથે સંરેખિત કરીને નવીનીકરણીય અને સસ્ટેનેબલ એનર્જી પ્રત્યે ગુજરાતના સક્રિય વલણ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉના વર્ષની સરખામણીમાં 2023માં EV વેચાણમાં 28%નો વધારો થયો હતો, જેમાં 88,000થી વધુ વાહનોનું વેચાણ થયું હતું.ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી અનિલ જૈને, સેમિકન્ડકટર ઉદ્યોગમાં ગુજરાતના નેતૃત્વ અને રાજ્યમાં અસંખ્ય જાપાનીઝ સહાયક એકમોની સ્થાપના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાત અને સિંગાપોર વચ્ચે વિવિધ ઉદ્યોગોમાં સહયોગના અવકાશ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જેમાં પરસ્પર લાભદાયી ભાગીદારીનો પાયો નાખ્યો હતો. તેમણે GCCI ના SME સભ્યો પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરીને ફળદાયી B2B મીટિંગ્સમાં જોડાવા માટે સિંગાપોરના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું. બેંગ કોંગ પીએ સિંગાપોરના ગતિશીલ બિઝનેસ લેન્ડસ્કેપમાં આર્થિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સિંગાપોર EDBની કામગીરી વિષે ટૂંકમાં માહિતી આપી તથા તેમણે મુખ્ય ક્ષેત્રોમાં સિંગાપોરની વ્યૂહાત્મક શક્તિઓ, ખાસ કરીને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી અને પેટ્રોકેમિકલ્સ પર જણાવ્યું હતું જે સસ્ટેનેબલ અને ટેક્નિકલ પ્રગતિ માટે સિંગાપોરની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફટ સિટી)માં હાથ ધરાયેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલની પણ પ્રશંસા કરી હતી, શ્રી બેંગ કોંગ પીએ વ્યાપાર વૃદ્ધિ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા તરફ ગુજરાતના સક્રિય અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેના વ્યૂહાત્મક સ્થાન અને અનુકૂળ નીતિઓ સાથે, રાજ્યને વૈશ્વિક હિસ્સેદારો માટે રોકાણના આકર્ષક સ્થળ તરીકે સ્થાન આપે છે.ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી અનિલ જૈને મિટિંગની સમાપનવિધિમાં આશા વ્યક્ત કરી હતી કે, આ મીટિંગ પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને સિંગાપોર અને ગુજરાત વચ્ચેના સહયોગના કાયમી વિઝન માટે માર્ગ મોકળો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com