
અમદાવાદ
કર્ણાવતી મહાનગરના મીડિયા સંયોજક વિક્રમ જૈને જણાવ્યું હતું કે ભાજપ તેના સંકલ્પ પત્રમાં જનતા- જનાર્દનના સૂચનો એકત્રિત કરીને તેને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી -2014માં “એક ભારત શ્રેષ્ઠ ભારત – સબકા સાથ સબકા વિકાસ” અને લોકસભા ચૂંટણી -2019માં “સંકલ્પિત ભારત-સશક્ત ભારત” અને હવે લોકસભા ચૂંટણી – 2024માં “વિકસિત ભારત સંકલ્પ- મોદી કી ગારંટી” પ્રજા સમક્ષ લઈને આવ્યા છીએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપે સંકલ્પ પત્રના 95 ટકાથી પણ વધુ સંકલ્પો ગત વર્ષોમાં પરિપૂર્ણ કર્યા છે. સંકલ્પ પત્ર એ અમારા માટે “પવિત્ર ગ્રંથ” છે. વિધાનસભા સહ આપેલ સૂચન પેટીઓ એકત્ર કરીને આજે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્”ના સંકલ્પ પત્ર વિભાગમાં જમા કરાવવા જતા પ્રસંગે મહાનગરના કાર્યાલય મંત્રીશ્રી અને કાર્યાલયના કર્મચારીશ્રીઓએ “વંદે માતરમ- ભારત માતા કી જય”ના જયઘોષ સાથે વ્યવસ્થામાં ભાગ લીધો હતો.