શેર બ્રોકરોનાં ગોટાળા સેબીનાં રડારમાં હોય તેમ માર્કેટ રેગ્યુલેટરની ટીમ રાજકોટ તથા સુરતમાં ત્રાટકી

Spread the love

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે બ્રોકરોનાં ગોટાળા સેબીનાં રડારમાં હોય તેમ માર્કેટ રેગ્યુલેટરની ટીમ રાજકોટ તથા સુરતમાં ત્રાટકી હતી અને એક બ્રોકીંગ હાઉસને નિશાન બનાવ્યુ હતું. જીએસટી જેવી અન્ય એજન્સીઓ પણ તપાસમાં ઝુકાવે તેવા નિર્દેશ છે.

માહિતગાર સુત્રોએ કહ્યું કે રાજકોટમાં દોઢસો ફૂટ રોડ પર ઓફીસ ધરાવતા શેરબ્રોકર પર જ સેબીનાં અધિકારીઓની ટીમ ત્રાટકી હતી લાંબી તપાસ બાદ સાહીત્ય કબ્જે લેવામાં આવ્યુ હતું.

ટ્રેડીંગ ડેટા પણ મેળવવામાં આવ્યા હતા. સેબીના દરોડાથી અન્ય શેરબ્રોકરોમાં પણ ફફડાટ સર્જાયો હતો.

શેરબજારમાં એવી ચર્ચા છે કે પ્રોપરાઈટરી ટ્રેડીંગ અંતર્ગત સેબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવ્યાની શકયતા છે. પ્રોપરાઈટરી ટ્રેડીંગમાં ગ્રાહકોને બદલે ટર્મીનલ ધારકનાં પોતાના જ સોદા હોય છે.છતા અનેક કિસ્સામાં અન્યોના વેપાર પોતાના નામે ચડાવી દેવામાં આવતા હોય છે. તેને કારણે જીએસટી, સિકયુરીટી ટ્રાન્ઝેકશન, ટેકસ, સેબી ફી વગેરેમાં સરકારને ઘણુ નાણાંકીય નુકશાન થતુ હતું.

પ્રોપરાઈટરી ટ્રેડીંગમાં જીએસટી લાગુ પડતો નથી એટલે સરકારને ઘણુ મોટુ નુકશાન છે. એમ કહેવાય છે કે શેરબ્રોકર પર અગાઉ પણ તપાસ થઈ હતી અને તેમાં નવા ખુલાસા થવાને પગલે ફરી વખત અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. આજ રીતે અલ્ગો ટ્રેડીંગનાં મામલે પણ તપાસ થયાના નિર્દેશ છે. રાજકોટની જેમ સુરતમાં પણ સેબીએ શેરબ્રોકરને નિશાન બનાવ્યા હતા.

પ્રોપરાઈટરી ટ્રેડીંગનાં આધારે ટેકસ ગોટાળા થતા હોવાની હકીકતને ધ્યાને રાખીને આવતા દિવસોમાં જીએસટી જેવી અન્ય એજન્સીઓની તપાસ ઉતરવાની પણ શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

શેરબજારનાં વર્તુળોનાં કહેવા પ્રમાણે માર્કેટમાં કલાયન્ટ બિઝનેશને બદલે પ્રોપરાઈટરી ટ્રેડીંગનો ટ્રેંડ વધી રહ્યો છે. ટેકસ ફાયદા સહીતના લાભ હોવાથી અનેક બ્રોકરો આ દિશામાં આવ્યા છે. સેબીની આ દિશામાં નજર છે.સંભવીત ગોટાળા પર ફોકસ કર્યું છે અને તેના ભાગરૂપે જ કાર્યવાહી થઈ છે.અગાઉ અમદાવાદ, મુંબઈ, કોલકતા જેવા શહેરોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થયાનું ઉલ્લેખનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com